રાજકોટ સરગમ પરિવાર દ્વારા મુંબઈના નાટક ‘તારક તોફાને ચડ્યો’નાં શો યોજાશે
- જેન્ટ્સ, લેડીઝ, કપલ અને સીનીયર સિટીઝન કલબના સભ્યો માટે આયોજન : બહેનો માટે સમર ટ્રેઈનીંગ ક્લાસ પણ યોજાશે
સરગમ પરિવારના નવા વર્ષના સભ્યો માટે નવા નઝરાણારૂપે મુંબઈના પ્રખ્યાત નાટય શોનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સિવાય બહેનો માટે સમર ટ્રેઈનીંગ ક્લાસનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ એક યાદીમાં જણાવ્યું છે કે, ૨૦૨૩-૨૪ ના વર્ષના સભ્યો માટે પહેલા કાર્યક્રમ રૂપે આ નાટક યોજવામાં આવ્યુ છે. આસિફ પટેલ અને ઈમ્તિયાઝ પ્રસ્તુત અને યુનુસ પટેલ દિગ્દર્શિત પારિવારિક કોમેડી નાટક ‘તારક તોફાને ચડ્યો ‘માં મુખ્ય ભૂમિકા પરેશ ભટ્ટ ભજવી રહ્યા છે. આ સિવાય દેવાંશી શાહ, બીજલ જોશી, હિતેશ પારેખ, પ્રતીમ બારોટ અને પ્રથમ ભટ્ટ વગેરે પણ અભિનય આપી રહ્યા છે.
સરગમ લેડીઝ કલબના સભ્યો માટે આ નાટક નો શો તા. ૧૭ ને સોમવારે બપોરે ૩.૩૦ થી ૬.૧૫ દરમિયાન યોજાશે. જયારે જેન્ટ્સ કલબના સભ્યો માટે આ શો તા. ૧૭ ને સોમવારે જ રાત્રે ૧૦.૦૦ થી ૧૨.૩૦ દરમિયાન યોજાશે. તેમજ કલબના આમંત્રિતો, દાતાઓ, અધિકારીઓ માટે તા.૧૭ ને સોમવાર યોજાશે. સરગમ સીનીયર સિટીઝન કલબના સભ્યો માટે આ નાટક તા. ૧૮ ને મંગળવારે સાંજે ૫-૩૦ થી ૮-૩૦ દરમિયાન યોજાશે.
આ જ રીતે સરગમ કપલ કલબના સભ્ય સંખ્યા નંબર ૧ થી ૧૦૦૦ માટે આ નાટક તા.૧૮ ને મંગળવારે રાત્રે ૧૦ થી ૧૨-૩૦ દરમિયાન, સભ્ય સંખ્યા નંબર ૧૦૦૧ થી ૨૦૦૦ માટે તા.૧૯ ને બુધવારે રાત્રે ૧૦ થી ૧૨-૩૦ દરમિયાન અને સભ્ય સંખ્યા નંબર ૨૦૦૧ થી ૩૦૦૦ માટે તા. ૨૦ ને ગુરુવારે રાત્રે ૧૦ થી ૧૨.૩૦ દરમિયાન યોજાશે. સરગમ કપલ કલબનાં સભ્ય સંખ્યા નંબર ૩૦૦૦ થી ૩૫૦૦ માટે આ નાટક તા.૧૭ ના રોજ રાત્રે ૧૦ થી ૧૨.૩૦ દરમિયાન યોજાશે. આ નાટ્ય શો યોજાયા પછીના નાટ્ય શો ૨૫ મેથી ૩૦ મે દરમિયાન યોજાશે.
ગુણવંતભાઈ ડેલાવાળાએ વધુમાં જણાવ્યું છે કે, રાજકોટની કોઈપણ બહેનો માટે સરગમ દ્વારા સમર ટ્રેઈનીંગ ક્લાસનું આયોજન તા. ૪/૫/૨૩ થી ૧૪/૫/૨૩ દરમિયાન કોટક સ્કુલ ( મોટી ટાંકી પાસે ) કરવામાં આવ્યુ છે. માત્ર ટોકન દરથી યોજાતા આ ક્લાસમાં ૩૨ જેટલા જુદા જુદા વિષયોની નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવશે. આ કેમ્પ માટેના ફોર્મ સરગમની કોઈ પણ ઓફિસમાંથી મળી રહેશે.
આ કાર્યક્રમોને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના, માર્ગદશન હેઠળ મૌલેશભાઈ ઉકાણી, હરેશભાઈ લાખાણી, ડો. ચંદાબેન શાહ, ડો. માલાબેન કુંડલિયા, નીલુબેન મહેતા, મિતેનભાઈ મહેતા, ગીતાબેન હિરાણી, અલ્કાબેન કામદાર, મધુરિકાબેન જાડેજા, નાથાભાઈ કારેલીયા, લલિતભાઈ રામજીયાણી, ભરતભાઈ સોલંકી, જયસુખભાઈ ડાભી, રાજેન્દ્રભાઈ શેઠ, વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
ગિરીશ ભરડવા (રાજકોટ)