અક્ષયપાત્ર ફાઉન્ડેશનને GSECL દ્વારા 6 વાહનનું લોકાર્પણ

Spread the love

વડોદરા શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજયની તમામ શાળાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના દ્વારા પોષણ યોજના અંતર્ગત અક્ષયપાત્ર ફાઉન્ડેશન વડોદરા દ્વારા સમગ્ર વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાના બાળકોને શુદ્ધ અને પોષ્ટીક ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. બાળકોને દરરોજ સવારે નિયમિત ભોજન પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર વાહન હોય છે. જે સમયસર દરેક શાળામાં ભોજનપહોંચાડે છે. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીકસીટી કોર્પોરેશન લી. (G.S.E.C.L.)ના C.S.R.F.Y. દ્વારા સહયોગ આપી ભોજન પૂરું પાડવા છ વાહન અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થાને અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જીસેકના એમ.ડી. બાજવા ખાસ ઉપસ્થિત રહી વાહનોને અક્ષયપાત્ર ફાઉન્ડેશનના સંચાલકોને સુપરત કર્યા હતા. અક્ષયપાત્ર ફાઉન્ડેશનના સંચાલકોએ ભોજન તૈયારી થી વિતરણ સુધી કઈ રીતે બાળકો સુધી પહોચાડવા આવે છે.તેની વિગતવાર સમજ આપી હતી. આ ભોજન પૂર્તિ વાહન વડોદરા, ભાવનગર, જામનગર, ભૂજ મળી કુલ છ વાહનોનું એમડી બાજવાએ વિધિવત પૂજાવિધિ કરી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે અક્ષયપાત્ર ફાઉન્ડેશનના ગુજરાત પ્રદેશ વાઇસ પ્રેસીડન્ટ શ્રી રાયારામ પ્રભુ અક્ષયપાત્ર ફાઉન્ડેશન વડોદરાના સુધીરસીંગ, ભાવીન ચૌહાણ અને સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહી સફળ બનાવ્યો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!