લોક વિજ્ઞાન કેન્દ્ર વડોદરા દ્વારા ડેસર તાલુકામાં બે શાળામાં STEM 2.0 ક્વિઝ સ્પર્ધા
રાજય સરકારના ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આયોજિત લોકવિજ્ઞાન કેન્દ્ર વડોદરાના નિયામકશ્રી ડૉ જીતેન્દ્ર ગળવી અને કાર્યક્રમ સંયોજક દિનેશ ગાંધીના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા કક્ષાએ સ્ટેમ ક્વિઝ 2.0 નુ આયોજન કરવામાં આવ્યું હતું. ડેસર તાલુકામાં ક્વિઝ સ્પર્ધા માટે વૈજનાથ વિદ્યાલય વેજપુરના શિક્ષક રાકેશ રબારીને કૉ ઓડીનેટર તરીકે જવાબદારી સોપવામાં આવી હતી. તૈયારી જીત કી બે કરોડના પુરસ્કાર જીતવાની સુવર્ણ તક શિર્ષક હેઠળ શ્રી એમ.કે.શાહ હાઈસ્કૂલ ડેસર અને શ્રી એમ.ડી.પટેલ હાઈસ્કૂલ સાઢાસાલ ખાતે STEM 2 ક્વિઝની માટે કમ્પ્યુટર લેબમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ પોતાના મોબાઈલથી ઓનલાઇન મળેલ લીન્ક દ્વારા યુઝર આઇ ડી પાસવર્ડ થી લોગીન થઈ એક જ કલાક માં ૧૦૦ જેટલા પ્રશ્નોના જવાબો આપી ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓને ક્વિઝમાં ભાગ લેવાની ખૂબ જ મજા આવી ક્વિઝ શિક્ષણ ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણી સંગમ છે ક્વિઝના પ્રશ્નો મુખ્યત્વે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના હતા જેમાં જીવવિજ્ઞાન રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન પર્યાવરણ બ્રહ્માંડ ખેતી રોજબરોજનું વિજ્ઞાન વિષય પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા સાથે વિજ્ઞાન જેવા વિષયને અઘરા સવાલો પણ તેમને જાણવા મળ્યા. વિજ્ઞાન જેવા વિષય પ્રત્યે સરળતાથી રુચિ વધે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ક્વિઝના અંતે એમ ડી પટેલ હાઈસ્કૂલ સાઢાસાલના શિક્ષક એન.ટી.પરમાર અને વિદ્યાર્થીની મકરાણી એમ કે શાહ હાઈસ્કૂલના સાયન્સ શિક્ષક પરેશ ભાભોર , શાળાના આચાર્ય એસ એમ માછી દ્વારા પ્રતિભાવ રજૂ કરવામાં આવ્યા હતા.
કો ઓર્ડીનેટર શ્રી રાકેશભાઈ રબારી, સેન્ટર સંચાલક શ્રી શૈલેશ એમ. માછી, શાળાના સાયન્સ શિક્ષક શ્રી પરેશભાઈ, શ્રીમતી ઝંખનાબેન, શ્રી કમલભાઈ, શ્રી દેવેન્દ્રસિંહ રાઠોડ તેમજ ટેકનિકલ સપોર્ટર શ્રી બિરજુભાઈની અને વિદ્યાર્થીઓને ક્વિઝ સફળ બનાવવા બદલ વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકોનો તથા લોક વિજ્ઞાન કેન્દ્ર વડોદરાનો શાળાના આચાર્યશ્રી શૈલેશભાઈ માછીએ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી વૈજનાથ વિદ્યાલય વેજપુરના શિક્ષક રાકેશ એન રબારી દ્વારા કરવામાં આવ્યું હતુ.