સાસણ ખાતે તા.૨૨ – ૨૩ એપ્રીલના ગુજરાત શૈક્ષણિક મંચની સંગોષ્ઠી પર્યાવરણ શિક્ષણ વિષય પર યોજાશે

સાસણ ખાતે તા.૨૨ – ૨૩ એપ્રીલના ગુજરાત શૈક્ષણિક મંચની સંગોષ્ઠી પર્યાવરણ શિક્ષણ વિષય પર યોજાશે
જૂનાગઢ : ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ છેલ્લાં બે વર્ષથી શિક્ષણના પાયાના આધાર સ્તંભો અને નીતિ ઉપર કાર્ય કરે છે. એટલું જ નહીં ઉત્તમ પ્રકારના શિક્ષકોને પ્રોત્સાહન આપીને શિક્ષણના તમામ પાસાઓને ગુણવત્તાલક્ષી બનાવવા માટે એક અભિયાન ચલાવે છે. તેના ભાગરૂપે આ સંસ્થાની તૃતીય સંગોષ્ઠી આગામી તા. ૨૨-૨૩ એપ્રિલના રોજ સાસણ ખાતે યોજાઈ રહી છે. આ સંગોષ્ઠીનો વિષય પર્યાવરણ શિક્ષણ છે.
તા.૨૨ એપ્રિલ ના બપોરે 3-00 કલાકે ઉદ્ઘાટન બેઠકમાં પ્રમુખ સ્થાને ભકત કવિ નરસિંહ મહેતા યુનિ.ના કુલપતિ ડો. ચેતનભાઇ ત્રિવેદી , અતિથિ વિશેષ તરીકે ડો. મોહન રામ (નાયબવન સંરક્ષક-સાસણ) વક્તાઓ -કરશનભાઈ વાળા, રોહિત શાહ,પક્ષીવિદ્ અજીત ભટ્ટ ઉપસ્થિત રહેશે.આ બેઠકમાં ગફારભાઈ કુરેશી ( પર્યાવરણ)ડો.દમયંતિબા સિંધા (તબીબી-સમાજ સેવા),ડો.ગુલાબચંદ પટેલ (સમાજસેવા)નું વિશિષ્ટ સન્માન થશે.
તા.૨૩ એપ્રિલ ના રોજ સમાપન -એવોર્ડ બેઠકમા પ્રમુખસ્થાને શ્રી ભગવાનજીભાઈ કરગટીયા ધારાસભ્યશ્રી માંગરોળ,અતિથિ વિશેષ તરીકે ડો. સંદીપકુમાર વન સંરક્ષક,(રાજકોટ)શ્રી ચંદ્રેશભાઈ હેરમાં સિન્ડિકેટ સભ્ય,શ્રી મંગળુભાઈ ખુમાણ- પર્યાવરણવિદ અને પ્રો. પ્રશાંતભાઈ ચાહવાલા ઉપસ્થિત રહેશે.
આ સમારંભમાં ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિ મંચ દ્વારા પ્રકાશિત શિક્ષણના ધ્રુવ ધારકો પુસ્તકનું લોકાર્પણ થશે.આ પુસ્તકમાં ગુજરાતના ૧૩ જિલ્લાના ૩૧ શિક્ષકોની પસંદગી કરીને તેમનો તથા તેમના કાર્યનો વિશેષ રીતે પરિચય કરાવવામાં આવ્યો છે.
ઉપરાંત આ બેઠકમાં મંચ દ્વારા દર વર્ષે દાતાઓના આર્થિક સહયોગથી અપાતો શ્રેષ્ઠ શિક્ષક ફોરમ એવોર્ડ -૨૦૨૩ શ્રી હિતેશભાઈ બ્રહ્મભટ્ટ –ખેડા, શ્રી અનુભાઈ રાતડીયા -રાજકોટ ,શ્રી દીપકભાઈ મોતા -કચ્છ, સુશ્રી નયનાબેન સુથાર-કચ્છને અર્પણ કરવામાં આવશે. ચાલુ વર્ષે આ એવોર્ડનું નામાભિધાન સ્વ. દીપીકાબેન મહેશકુમાર ઠાકર થયેલું છે. ભરૂચના કેળવણીકાર શ્રી મહેશભાઈ ઠાકરના સૌજન્યથી આ એવોર્ડ અપાઇ રહ્યોં છે. આ કાર્યક્રમની સફળતા માટે સંયોજકો શ્રી તખુભાઈ સાંડસુર,ડો.મહેશભાઈ ઠાકર, શ્યામજીભાઈ દેસાઈ જહેમત ઉઠાવી રહ્યાં છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300