અનુસૂચિત જાતિના ખેડુતોને બાગાયત કચેરી દ્વારા વિનામૂલ્યે હાઇબ્રીડ શાકભાજીની કિટ આપવામાં આવશે

અનુસૂચિત જાતિના ખેડુતોને બાગાયત કચેરી દ્વારા વિનામૂલ્યે હાઇબ્રીડ શાકભાજીની કિટ આપવામાં આવશે
Spread the love

અનુસૂચિત જાતિના ખેડુતોને બાગાયત કચેરી દ્વારા વિનામૂલ્યે હાઇબ્રીડ શાકભાજીની કિટ આપવામાં આવશે

 

અમરેલી : રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અનુસૂચિત જાતિના ખેડુતો માટે વિવિધ પ્રકારની યોજનાકીય સહાય અમલી કરવામાં આવી છે. આ યોજનાકીય સહાય અન્વયે

શાકભાજીની ખેતી કરતા હોય અનુસૂચિત જાતિના ખેડુત ખાતેદારોને તેવા યોજનાકીય સહાય બાગાયત કચેરી, અમરેલી દ્વારા  આપવામાં આવે છે.  વર્ષ-૨૦૨૩-૨૪ માટે  શાકભાજીના હાઇબ્રીડ બિયારણ કિટ્સ વિનામૂલ્યે આપવાની યોજના અમલી છે. આ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છુક હોય તેવા  અમરેલી જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડુતોએ, ૭/૧૨, ૮-અ, આધારકાર્ડની નકલ તથા સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ અનુસુચિત જાતિ અંગેનો દાખલો સહિતના જરુરી સાધનિક કાગળો- દસ્તાવેજો સાથે લક્ષ્યાંકની મર્યાદાને ધ્યાનમાં રાખી સમય મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અમરેલી જિલ્લાની, નાયબ બાગાયત નિયામકશ્રી, બાગાયત કચેરી, સરદાર ચોક, ચક્કરગઢ રોડ, અમરેલીનો સંપર્ક કરવો. આ અંગે વધુ માહિતી અને વિગતો માટે અમરેલી બાગાયત કચેરીના ફોન નં.(૦૨૭૯૨) ૨૨૩૮૪૪ નો સંપર્ક કરવો, તેમ નાયબ બાગાયત નિયામકશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

દિવ્યા   

રિપોર્ટ : પ્રતાપભાઈ વરૂ
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
અમરેલી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!