ચોમાસા દરમિયાન લીમલા ડેમ, કરોલ ડેમ તથા બોખ નજીકના ગામો માટે તાકીદ
હિંમતનગર સિંચાઈ વિભાગ પ્રાંતિજ સિંચાઈ પેટા વિભાગ હસ્તકના લીમલા ડેમ, કરોલ ડેમ તથા બોખ આવેલ છે આ ડેમની આજુબાજુ ગામો આવેલ છે. આગામી ચોમાસા દરમિયાન લીમલા ડેમ કરોલ ડેમ તેમજ બોખમાં ૬.૫ મીટર પાણી આવવાની શક્યતા છે આથી ડૂબ વિસ્તારમાં આવતા પ્રાંતિજ, નવાપુર, કમાલપુર, કતપુર, લીમલા, મામરોલી, કરોલ, પુનાદરા વગેરે ગામોની આજુબાજુ પાણી ભરાશે.
આથી ઉપરોક્ત ગામોની તથા ડેમ વિસ્તારના આજુબાજુના ગામોની જાહેર જનતાને તાકીદ સાથે સાવચેત કરવામાં આવે છે કે, ચોમાસા દરમિયાન અવર-જવર કરવી નહીં તથા ડૂબ વિસ્તારના ખેડૂતોએ કોઈપણ પ્રકારનું વાવેતર કરવું નહીં. આવા ગેરકાયદેસર પ્રવેશને તથા વાવેતર થવાને કારણે જાનહાની તથા માલહાની થવાની સંભાવના છે જેની સંબંધીત વિસ્તારની જનતાએ નોંધ લેવા કાર્યપાલક ઈજનેર હિંમતનગર સિંચાઈ વિભાગાની વિનંતી છે.