સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા Y20 ગુજરાત યુવા સંવાદ” કાર્યક્રમ યોજાયો,

ખેડબ્રહ્મા: સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા Y20 ગુજરાત યુવા સંવાદ” કાર્યક્રમ યોજાયો,
તારીખ 20/5/23 ખેડબ્રહ્મા શહેર ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ કોમ્યુનિટી હોલ માં આજ રોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજિત “Y20 ગુજરાત યુવા સંવાદ” યોજાયો જેમાં મુખ્ય મહેમાન રમીલાબેન બારા ( સાંસદ સભ્ય રાજ્ય સભા ) અતિથિ વિશેષ એન.ટી. પરમાર ( મામલતદારશ્રી ખેડબ્રહ્મા ) મુખ્ય વક્તા ધીરૂભાઈ પરમાર અને હસમુખભાઈ પટેલ તેમજ આમંત્રિત મહેમાન અરવિંદભાઈ રાવલ, સુરેશભાઈ પટેલ, મીનાબેન જોષી, રાજેન્દ્રસિંહ ચૌહાણ, સાગરભાઈ પટેલ , અરવિંદભાઈ ઠક્કર, પ્રશાંતભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ, બ્રિજેશભાઈ બારોટ, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ઝોન સંયોજક રોનકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો .
સ્વાગત પ્રવચન વડાલી તાલુકાના સંયોજક દિલીપભાઈ પટના એ કર્યું અને મુખ્ય વક્તા ધીરુભાઈ પરમારે પ્રસંગને અનુરૂપ મનનીય પ્રવચન આપ્યું હતું
ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું કે આ દેશની વસ્તીના 66% લોકો યુવાન છે અને ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની સીધી સુચના અનુસાર સાબરકાંઠા જિલ્લાનું કાર્યક્રમ ખેડબ્રહ્મા ખાતે યોજવામાં આવેલ છે જેના સંયોજક તરીકે ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના યુવાની ટીમ કામ કરી રહી છે !
જો તુફાન સે ટકરાતા હૈ ઉસે ચટાન કહેતે હૈ ! જો ચટાન સે ટકરાતા હૈ ઉસે યુવાન કહેતે હૈ તેમની આગવી શૈલીમાં યુવાનોને પ્રોત્સાહિત કરવા ખૂબ સુંદર મજાનું પ્રવચન આપ્યું હતું અને હાજર રહેલા મહેમાનો દ્વારા ઉદબોદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના અલગ અલગ તાલુકા અને નગરપાલિકા સંયોજક અને મોટી સંખ્યા મા યુવા નો હાજર રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300