ધોરણ ૧૦ માં હમીરપરા ગામની ખેડુતની દીકરીએ 99.99 પી.આર. મેળવ્યા

ધોરણ ૧૦ માં હમીરપરા ગામની ખેડુતની દીકરીએ 99.99 પી.આર. મેળવ્યા
તાજેતરમાં જાહેર થયેલ ધોરણ ૧૦ ના પરીણામમાં હમીરપરા ગામની ખેડુતની દીકરીએ મેળવ્યા 99.99 પર્સન્ટાઇલ.
તળાજા તાલુકાના અંતરિયાળ આવેલા હમીરપરા ગામની સરકારી પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ અને તળાજા તાલુકાની ગણેશ શાળા ટીમાણામાં માધ્યમિક શિક્ષણ મેળવનાર વળીયા રવિનાબેન મુકેશભાઈએ તાજેતરમાં જાહેર થયેલ ધોરણ ૧૦ SSC પરીક્ષા પરિણામમાં વિજ્ઞાન અને સંસ્કૃત વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ, ગણિતમાં ૯૯ ગુણ, સામાજિક વિજ્ઞાનમાં ૯૮ ગુણ, ગુજરાતીમાં ૯૬ ગુણ અને અંગ્રેજી વિષયમાં ૯૩ ગુણ સાથે ૯૯.૯૯ PR મેળવેલ. પરિવારની પ્રેરણા તેમજ પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ ગણેશ શાળાના શિક્ષકોના સતત માર્ગદર્શનથી આ સિધ્ધિ મેળવી હોવાનું તેમણે જણાવેલ. વધારે સારું પરીણામ મેળવવા માટે વધારાના પ્રશ્નો જાતે બનાવવા તેમજ દરરોજનું નિયમિત રિવિઝન કરી લેતા. આ ઉપરાંત વર્ગખંડમાં જ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી સંપૂર્ણ તૈયાર કરી લેતા તથા અભ્યાસ પૂર્ણ થયા બાદ રાઉન્ડ પેપર અને આયોજનપૂર્વક કરેલ વાંચનથી તેમને ખૂબ જ ફાયદો થયો.ભવિષ્યમાં તેઓ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી તેમજ NEETની પરીક્ષામાં સારા ગુણ મેળવી મગજના ડોક્ટર બની દેશ સેવા કરવાની ઇચ્છા ધરાવે છે.તેમની સફળતા માટે તેમના માતા પિતાનું પ્રોત્સાહન પણ હંમેશા મળતું રહ્યું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300