તા.૨૮મી મે-પોલીયો રવિવાર- દો બૂંદ જીંદગી કી

તા.૨૮મી મે-પોલીયો રવિવાર- દો બૂંદ જીંદગી કી
જૂનાગઢ જિલ્લામાં ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયાના ટીપાથી રક્ષિત કરાયા
જિલ્લામાં ૭૬૨ બૂથ ૨૩૮૨ કર્મયોગીઓની ૧૧૭૫ ટીમે ‘દો બૂંદ’ પીવડાવ્યા
બૂથ પર રસીકરણ બાદ તા.૨૯ અને ૩૦મી મે ડોર-ટુ-ડોર રસીકરણ કરાશે
બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોએ ૩૯ ટ્રાન્ઝીટ બૂથ ઉભા કરાયા
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોના ‘દો બૂંદ’ થી રક્ષિત કરવામાં આવ્યા હતા. સમગ્ર જિલ્લામાં વસ્તીના પ્રમાણના અંદાજ મુજબ ૧.૦૪ લાખ બાળકોને પોલીયોની રસી પિવડાવી બિમારી સામે રક્ષિત કરવાનું લક્ષ્યાંક છે.
તા.૨૮મી મે- પોલીયો રવિવારના રોજ આ મહાઅભિયાનમાં જિલ્લામાં ૭૬૨ બૂથ પર પોલીયોની રસી પિવડાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમજ છૂટછવાયા વાડી અને નેસ વિસ્તારમાં પણ ૩૧ મોબાઈલ બૂથ દ્વારા બાળકોને પોલીયોની રસી પીવડાવવામાં આવી હતી. ઉપરાંત એક પણ બાળક પોલીયોની રસીથી વંચિત ન રહે તે માટે રેલવે સ્ટેશન, એસ.ટી. બસ સ્ટેશન, મોટા મંદિરો, મેળા બજારો જેવા જાહેર સ્થળોએ ૩૯ જેટલા ટ્રાન્ઝીટ બૂથ પણ ઉભા કરવામાં આવ્યા હતા.
સમગ્ર જિલ્લામાં એક પણ બાળક પોલીયોની રસી લીધા વિના છૂટી ન જાય તે માટે તા.૨૮ મે- પોલીયો રવિવારના બૂથ પર રસીકરણ બાદ તા.૨૯ અને ૩૦ મેના રોજ હાઉસ-ટુ-હાઉસ આરોગ્ય કર્મીઓની ટીમ બાળકોને રસી મળ્યાની ખાત્રી કરશે અને કોઈ બાળક રસી ન લીધા હોવાનું સામે આવશે, તો તુરંત બાળકને રસી આપવામાં આવશે.
આ રસીકરણ અભિયાનને સફળ બનાવવા માટે ૫૬૧ આરોગ્ય કર્મી, ૬૬૩ આંગણવાડી કાર્યકર-હેલ્પર બહેનો, ૯૯૯ આશા બહેનો તથા સેવાકીય સંસ્થાના ૧૫૯ જેટલા સ્વયં સેવકો મળીને કુલ-૨૩૮૨ જેટલા કર્મયોગીઓની ૧૧૭૫ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300