હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી

Spread the love
  • રેડ ડોટ ચેલેન્જ અને રંગોળી થકી માસિક દરમિયાન સ્વચ્છતાના મહત્વ પર ભાર મુકાયો

સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધિરજભાઇ પટેલની  અધ્યક્ષતામાં વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ ઉજવાયો હતો. આ પ્રસંગે અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, આજે સાબરકાંઠાના ઇતિહાસમાં નવતર અભિગમ રુપ કાર્યક્રમ યોજાયો. જે બહેનો કદિયે આ વિષય પર બહાર કે ઘરમાં માસિકના સમયની વાતો કરી શકતી ન હતી, જેને આજે શાળા કોલેજની દિકરીઓએ સુંદર અસરકારક રોલ પ્લે દ્વારા રજુ કરી જન જાગ્રુતિ માટે અભિયાન શરૂ કર્યુ છે. સહુને અભિનંદન પાઠવું છુ. આરોગ્ય શાખાને પણ આ કામગીરી માટે ધન્યવાદ પાઠવું છુ. આગામી સમયમાં દરેક ગામોમાં પણ આપણે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરીશુ.

વધુમાં તેમણે ઉમેર્યું કે, ડબલ્યુ.એચ.ઓ. દ્વારા વિશ્વ માસિક દિવસમાં વીઆર કોમિટેડ નોર્મલ માસિક ધર્મ એ સામાન્ય બાબત છે અને તેને સામાન્ય બનાવવા માટે ખાસ પહેલ કરવામાં આવી છે. 28 મે વિશ્વ માસિક દિવસ તરીકે ઉજવી માસિકને નોર્મલ શારીરિક બદલાવ તરીકે સ્વીકારીએ. મહિલાઓ અને બાળકીઓ આ સમય દરમિયાન ખાસ સ્વચ્છતા પરત્વે જાગૃત થાય તેની સાથે પુરુષોમાં પણ જાગૃતતા આવે તે મુખ્ય ઉદ્દેશ્ય છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાએ જણાવ્યું હતું કે, માસિક સ્વાસ્થ્ય દરેક સ્ત્રી માટે અત્યંત મહત્વની બાબત છે. આરોગ્ય શાખા દ્વારા આજે જન જાગૃતિ કાર્યક્રમ સફળતમ આયોજન કરવામાં આવ્યું છે.

આપણે આગામી સમયમાં શાળામાં, ગ્રામ્ય અંતરિયાળ વિસ્તારમાં, શહેરી સ્લમ વિસ્તારમાં માસિક દરમિયાનની આરોગ્ય ની જરૂરી બાબતો અંગે માર્ગદર્શન કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં ગાયનેકોલોજિસ્ટ ઋણુ ઘોષે માસિક સ્વચ્છતા બાબતે વિશેષ માહિતી આપી હતી. તેમજ  હજુ પણ આપણા સમાજમાં પ્રવતતી  ગેરમાન્યતાઓ વિશે માહિતગાર કર્યા તેમજ બાળકીઓ અને મહિલાઓના જીવનનો અભિન્ન અંગ એટલે માસિક છે એમ નોર્મલ વસ્તુ તરીકે સ્વીકારવા પર ભાર મૂક્યો હતો.

ડો. નિલેશ ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,  2020 માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લા પરથી દેશની દીકરીઓ મહિલાઓને એક રૂપિયામાં સેનેટરી પેડ આપવાની વાત કરી હતી જે આજે શક્ય બની છે.  મહિલાઓ માન-સન્માન સાથે જીવી શકે અને તેમનો શારીરિક અને માનસિક વિકાસ સારો થાય તે માટે માસિકને સામાન્ય પ્રક્રિયા તરીકે સ્વીકારવી અને સ્વચ્છતા બાબતે ખાસ ભાર મૂકવા જણાવ્યું હતું.

આ પ્રસંગે ગ્રોમોર કોલેજની વિદ્યાર્થિનીઓ નાટક અને વિધાનગરી કોલેજની વિદ્યાર્થિનીઓ  ડેમોસ્ટ્રેશન સાથે માસિક સમયે વપરાતી વિવિધ પ્રોડક્ટ વિશે માહિતી આપી હતી. પિયર એજયુકેટર દ્વારા પ્રસંગોચિત વાત કરવામાં આવી હતી. આ પ્રસંગે મહિલા અગ્રણી સુશ્રી કૌશલ્યા કુવરબા, આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી શંકરભાઈ બેગડીયા, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી ડો. રાજ સુતરીયા, મેડિકલ કોલેજના ડિનશ્રી, ડો. ચારણ, ડો. એસ.એસ.દેધરોટીયા, ગાયનેકોલોજીસ્ટ ડો. બતુલ વડાલીવાળા, હિંમતનગર ટી.એચ.ઓ શ્રી, મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ આરોગ્ય વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!