બીપોરજોય વાવાઝોડાના અનુસંધાને ખેડૂતોએ ઘાસચારો-જણસી સલામત સ્થળે રાખવી

બીપોરજોય વાવાઝોડાના અનુસંધાને ખેડૂતોએ ઘાસચારો-જણસી સલામત સ્થળે રાખવી
જૂનાગઢ જિલ્લાના ખેડૂતોના હિતમાં બહાર પડાઈ સૂચના
જૂનાગઢ : બીપોરજોય વાવાઝોડા અંતર્ગત ભારે પવન તેમજ વરસાદની સંભાવના હોય જેને ધ્યાને લઇ ખેડૂતો માટે જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે.
ભારત સરકારના મૌસમ વિભાગ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જીલ્લાઓમાં આગામી દિવસોમાં ભારે પવન તેમજ વરસાદ પડવાની સંભાવના છે. જેને ધ્યાને લઇ ખેડૂતોએ કાળજી રાખવી જરૂરી છે. ઘાસચારો વિગેરે ગોડાઉનમાં સલામત સ્થળે રાખવો અથવા તાડપત્રી ઢાંકીને રાખવો અને તાડપત્રી હાથવગી રાખવી, વેચાણ અર્થે એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર ખાતે લઈ જવાતી ખેત જણસી ઢાંકીને લઈ જવી તેમજ એપીએમસીમાં રહેલ ખેત જણસીઓ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા માટે વિપારીઓને પણ જણાવવામાં આવે છે. ઉપરાંત પશુઓને સલામત સ્થળે રાખવા, ખેતીના ઇનપુટ એટલે કે બિયારણ ખાતર વગેરેનો જથ્થો પણ સલામત સ્થળે સુરક્ષિત ગોડાઉનમાં રાખવો. તેમ જિલ્લા ખેતિવાડી અધિકારીશ્રી, જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300