આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની શકયતાને પગલે સાબરકાંઠા કલેક્ટર નૈમેષ દવેએ અપીલ કરી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ૨૪ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની શકયતાને પગલે સાબરકાંઠા જિલ્લામાં પણ વહીવટીતંત્ર દ્વારા સર્તક્તા દાખવવામાં આવી રહી છે . આ સાથે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જિલ્લાના પોશિના, વિજયનગર અને ખેડબ્રહ્મા તાલુકામાંથી પસાર થતી નદીઓમાં ભારે પાણી આવવાની શકયતાને પગલે નદીકાંઠાના વિસ્તારથી દૂર રહેવુ. તેમજ કોઝ વે પરથી પસાર થવાનું ટાળવા જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેએ અપીલ કરી છે.