સાવરકુંડલા ખાતે દશનામ ગોસ્વામી સમાજના સમુહલગ્નોત્સવ યોજાશે
સાવરકુંડલા દશનામ ગોસ્વામી મહિલા મંડળ દ્વારા આગામી તારીખ.- 07/12/2023ને ગુરૂવારના રોજ જે દીકરી દીકરાઓના માતા અથવા પિતાની ગેરહાજરી હોય અથવા માતા પિતા બંને ન હોય તેવા દશનામ ગોસ્વામી સમાજના યુવક યુવતી ઓના લગ્ન યોજાશે આ સમુહલગ્નોત્સવ માં જોડાવા માટે ઉષાબેન યોગેશગીરી ગોસ્વામી સુરત તથા કીર્તિબેન ગોસ્વામી સાવરકુંડલાનો સંપર્ક કરવો વર કન્યાના વાલીઓએ વહેલા તે પહેલા ના ધોરણે ફોર્મ માટે રાજુબાપુ કથાકારના નિવાસસ્થાન જેસર રોડ ગુરૂકુળ સામેથી મળી શકશે તથા વધુ વિગત માટે મોબાઈલ નંબર 99989 88500 પર માહિતી મેળવી શકશો.