જૂનાગઢ જિલ્લામાં રીમોટ સંચાલીત ડ્રોન, એરીયલ મીસાઇલ કે પેરાગ્લાઈડર ચલાવવા પર મનાઇ ફરમાવતુ જાહેરનામુ પ્રસિધ્ધ

જૂનાગઢ જિલ્લામાં રીમોટ સંચાલીત ડ્રોન, એરીયલ મીસાઇલ કે પેરાગ્લાઈડર ચલાવવા પર મનાઇ ફરમાવતુ જાહેરનામુ પ્રસિધ્ધ
જૂનાગઢ : પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઇ જૂનાગઢ જિલ્લામાં કોસ્ટલ વિસ્તાર સહિત આંતરીક સુરક્ષા જાળવવામાં આવે છે. પરંતુ હાલની પ્રવર્તમાન આંતકવાદીપ્રવૃતિને ધ્યાને લઇ સવિશેષ તકેદારી રાખવી આવશ્યક હોય, તેમજ વાઇટલ ઈન્સ્ટોલેશન તથા અન્ય સરકારી કચેરીઓની સલામતી હીતાવહ હોય, રીમોટ કંટ્રોલ સંચાલીત ડ્રોન, એરીયલ મીસાઇલ જેવા સંસાધનોથી દેશ વિરોધી સંગઠનો, આંતકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો ગેરલાભ લઇ જૂનાગઢ જિલ્લાની સુરક્ષાને હાની પહોંચાડે નહીં તે માટે સમગ્ર વિસ્તારમાં રીમોટથી ચલાવાતા ડ્રોન કે રીમોટથી કંટ્રોલ કરાતા એરીયલ મિસાઇલ કે પારાગ્લાઈડર રીમોટ કંટ્રોલ, માઈક્રો લાઇટ એરક્રાફ્ટ ચલાવવા બાબતે ફોજદારી કાર્યરીતી અધિનીયમ ૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા થયેલ દરખાસ્ત વ્યાજબી જણાતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પી.જી.પટેલે એ ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩(૧૯૭૪ના નં-૨)ની કલમ ૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂ એજૂનાગઢ જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં રીમોટથી ચલાવાતા ડ્રોન કે રીમોટથી કંટ્રોલ કરાતા એરીયલ મિસાઇલ કે પારાગ્લાઈડર રીમોટ કંટ્રોલ, માઈક્રો લાઇટ એરક્રાફ્ટ ચલાવવા પર મનાઇ ફરમાવેલ છે. આ હુકમ તા. ૨૮/૬/૨૦૨૩ થી તા. ૨૬/૮/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300