ઉપલેટા : કન્સ્ટ્રકશન સબ ડિવિઝન જેટકોના કર્મચારી જે. એસ. મકવાણાનો વિદાય સમારોહ

ઉપલેટા : કન્સ્ટ્રકશન સબ ડિવિઝન જેટકોના  કર્મચારી જે. એસ. મકવાણાનો વિદાય સમારોહ
Spread the love

જેટકોના કન્સ્ટ્રકસન સબ ડિવિઝન ઉપલેટા ખાતે ફરજ બજાવતા લાઈન ઇન્સ્પેક્ટર શ્રી જે. એસ. મકવાણાને નોકરીમાં વયમર્યાદા પૂરી થવાથી નિવૃત્ત થતાં વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કન્સ્ટ્રકસન સબ ડિવિઝન જેટકો ઉપલેટા ખાતે લાઈન ઇન્સ્પેક્ટર તરીકે નિવૃત થયેલ શ્રી જે એસ મકવાણાને જૂનાગઢ વર્તુળ કચેરી જેટકો ના અધિક્ષક ઈજનેર શ્રી એલ એમ ખાનપરા દ્વારા ફુલહાર , સાલ ઓઢાડી વિદાય માન આપવામાં આવ્યું હતું.તેમજ કાર્યપાલક ઇજનેર શ્રી ડી સી વૈષ્નાણી દ્વારા સન્માન પત્ર અને નાયબ ઇજનેર શ્રી એન જે માકડિયા દ્વારા સ્મૃતિચિહ્ન સ્વરૂપે ચાંદીનોસિક્કો આપવામાં આવ્યો હતો.તેમજ જુનિયર ઇજનેર આર. વાય. પરમાર અને કે. એન. સોજીત્રા દ્વારા મોમેંટો આપી વિદાય માન આપવામાં આવ્યું હતું.

આ વિદાય સમારોહ પ્રસંગમાં જેટકો વર્તુળ કચેરી જૂનાગઢના અધિક્ષક ઇજનેર શ્રી એલ. એમ. ખાનપરા પ્રાસંગિક ઉદબોધન કરી નિવૃત્ત થનાર જે એસ મકવાણા ભાઇ ને તેમનું જીવન નીરોગમય અને સુખમય રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. વિશેષ આ કાર્યક્રમમાં રાણાવાવ ડિવિઝનનાં કાર્યપાલક ઇજનેર શ્રી બી જે બાપોદરા , માણાવદર ડિવિઝન નાં કાર્યપાલક ઇજનેર શ્રી યુ. એન. કણસાગરા તેમજ જૂનાગઢ કન્સ્ટ્રકસન ડિવિઝન તાબા હેઠળના તમામ નાયાબ ઈજનેર સહિત જુનિયર ઇજનેરો, સ્ટાફ સહિત એજેંસી મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમનું સફળ આયોજન નાયાબ ઇજનેર એન. જે. માકડિયા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ તેમણે આ પ્રસંગને યાદગાર બનાવવા બદલ સૌ વ્યક્તિનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ બાદ સ્ટાફ મિત્રો અને અધિકારીઓએ સ્વરુચિ ભોજન લઇ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!