ચલાળા ખાતે જી-20 ફાઈનાન્સ ટ્રેક-સિટીઝન્સ પ્રોગ્રામ અંતર્ગત જનજાગૃત્તિ પ્રસરાવવામાં આવી
- બેંક ઓફ બરોડા ચલાળા સીએસપી સેન્ટર ખાતે નાણાકીય અને ડિજિટલ બેન્કિંગની માહિતી આપવામાં આવી
અમરેલી G-20 અંતર્ગત નાણામંત્રીઓ અને કેન્દ્રીય બેન્કના ગવર્નરની બેઠક પૂર્વે રાજ્યભરમાં નાણાકીય સમાવેશન (Financial Inclusion) માટે લીડ બેંકના નેતૃત્વમાં વિવિધ વિભાગો, બેંકો, નાણાકીય સંસ્થાઓ દ્વારા લોકોને જાગૃત્ત કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ કડીના ભાગરુપે બેંક ઓફ બરોડા ચલાલા સીપીએસ સેન્ટર ખાતે જી-20 ફાઈનાન્સ ટ્રેક-સિટીઝન્સ પ્રોગ્રામ (G-20 finance Track- Citizen engagement program) અંતર્ગત એક જનજાગૃત્તિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં ગ્રાહકોને નાણાકીય સાક્ષરતા તથા ડિજિટલ બેન્કિંગની સમજ આપવામાં આવી હતી.
જેમાં ઓ.ટી.પી., સીવીવી, પીન ( OTP/CVV/PIN)ના ઉપયોગ અંગેની સમજણ આપી તથા અજાણી લીંક સાઈટ માં નહિ જવાની તથા fake call થી સાવધ રેહવાની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રી બીમા સુરક્ષા યોજના (PMSBY), પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY) વિશે સમજણ આપવામાં આવી હતી. આ બંને વીમા યોજના અંતર્ગત નાગરિકો નજીવા દરે પ્રીમિયમ ભરી અને સુરક્ષા કવચ મેળવી શકે છે. આ કેમ્પમાં એલ.ડી.એમ.શ્રી બીપીન ભાઈ સોલંકી, નાબાર્ડના ડી.ડી.એમ.શ્રી જીજ્ઞેશભાઈ ઝાલા, RSETI ડિરેક્ટર શ્રી મેઘાણી, FLC શ્રી સોલંકી ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને જરૂરી નાણાકીય સમજ અને યોજનાઓની માહિતી આપી હતી, તેમ અમરેલી જિલ્લા લીડ બેંકના મેનેજરશ્રીની એમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.