રાધનપુર શહેર માં બફારા બાદ વાતાવરણ મા આવ્યો પલટો

રાધનપુર શહેર માં બફારા બાદ વાતાવરણ મા આવ્યો પલટો
Spread the love

રાધનપુર શહેર માં બફારા બાદ વાતાવરણ મા આવ્યો પલટો: રાધનપુર શહેરમાં ૧૬ મીમી વરસાદ પડતાં રસ્તાઓ ઉપર પાણી ભરાયાં

નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરાતાં વેપારીઓ અને વાહનચાલકો પરેશાન

પાટણ જિલ્લાનાં રાધનપુર શહેરમાં છેલ્લા 5 દિવસ થી ભારે ગરમી અને ઉકળાટ અનુભવાયો હતો.જ્યારે વાતાવરણ મા અચાનક પલટો આવતાં ભારે વરસાદ નું આગમન થયું હતું. આંકડા પ્રમાણે નજર કરીએ તો 16 મીમી વરસાદ નોંધાયો છે. જો કે આ વરસાદ માં શહેર નાં રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જતાં શહેરીજનો વેપારીઓ અને વાહનચાલકો સહિત રાહદારીઓ મુશ્કેલી માં મુકાયા હતા.રાધનપુર પંથકમાં છેલ્લા એકાદ સપ્તાહથી મેઘરાજા હાથ તાળી આપતા હતા જેને લઈને અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે ગુરૂવારની બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને જોત જોતામાં બપોરના સમયે વરસાદ શરૂ થયો હતો. લગભગ એકાદ કલાક શહેરમાં વરસેલા વરસાદને કારણે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા વિકાસ માર્ગી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

સરકારી આંકડા મુજબ ૧૬ મીમી વરસેલા વરસાદને લઈને શેઠ કે.બી.ના દરવાજેથી એસટી બસ સ્ટેશન સુધીનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જ્યારે તાજેતરમાં ગાંધી ચોક થી હાઇવે સુધી બનાવવામાં આવેલ નવીન રોડને કારણે ગાંધી ચોકમાં આવેલ નગરપાલિકા કચેરીની બહાર ચાર ફૂટ જેટલું વરસાદી પાણી ભરાતા અહીંથી પસાર થવામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાતા પટણી દરવાજેથી હાઇવે તરફ જવામાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

રાધનપુર શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે પાલિકા દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલ ન હોવાને કારણે સામાન્ય વરસાદમાં પણ શહેરના વિકાસ માર્ગી પાણીમાં ગરકાવ થઈ જતા આમ જનતાને પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડ્યો છે. ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230707-WA0097-0.jpg IMG-20230707-WA0101-1.jpg IMG-20230707-WA0100-2.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!