જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા શૈક્ષણિક કીટ અને ડેરી મિલ્ક ચોકલેટ વિતરણ કરાઈ

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ડો.અબ્દુલ કલામ ન.પ્રા. શાળા તથા શ્રી બોટાદકર ન.પ્રા. શાળા માં શૈક્ષણિક કીટ અને ડેરી મિલ્ક ચોકલેટ વિતરણ કરાઈ
જનસેવા અને સંસ્કાર નું સિંચન કરતી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા તા.૮/૭/૨૩ ના રોજ ડો.અબ્દુલ કલામ ન.પ્રા. શાળા (હરણ કુઈ ) તથા શ્રી બોટાદકર ન.પ્રા. શાળા (અવેડા ગેઇટ ) બોટાદ ખાતે બાળવાટીકા તથા ધોરણ ૧ માં નવ પ્રવેશિત બાળકો ને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સંસ્થા દ્વારા શૈક્ષણિક કીટ નું વિતરણ કરવામાં આવેલ.
તેમજ બંને શાળા ના આશરે ૧૭૦૦ બાળકોને ઉતકર્ષ હેલ્થ કેર ફાઉન્ડેશન ઇન્ડિયા ના સૌજન્ય થી ડેરી મિલ્ક ચોકલેટ નું વિતરણ કરવામાં આવેલ.
આ પ્રસંગે જાયન્ટ્સ સંસ્થા ના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, જાયન્ટ્સ ફેડરેશન યુનિટ ડાયરેકટર ગ્રીન મેન સી. એલ. ભીકડીયા, વાઇસ પ્રેસિડેન્ટ દિલીપભાઈ ભલગામિયા , સેક્રેટરી દીપકભાઈ માથુકિયા , મહેન્દ્ર ભાઈ ભલગામીયા , મનસુર ખલ્યાણી , મુકેશભાઈ જોટાણીયા , ઇમરાન ભાઈ રવાણી , નાસિર ભાઈ ખલ્યાણી વગેરે ઉપસ્થિત રહેલ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300