શેત્રુંજીડેમ ખાતે બદલી થયેલા શિક્ષકોનો વિદાય સન્માન સમારંભ યોજાયો

શેત્રુંજીડેમ ખાતે બદલી થયેલા શિક્ષકોનો વિદાય સન્માન સમારંભ યોજાયો
ભાવનગર જિલ્લાના જાણીતા સ્થળ શેત્રુંજી ડેમ ખાતે તાજેતરમાં બદલી પામેલા શિક્ષકોનો વિદાય અને સત્કાર સમારંભ યોજાઈ ગયો.
શેત્રુંજીડેમ ખાતે આવેલ ઉત્તર બુનિયાદી વિદ્યાલયના સારસ્વત હોલ ખાતે યોજાયેલા એક સમારંભમાં સાત શિક્ષકો તેમજ એક નિવૃત્ત થતા શિક્ષિકાબેનને વિદાય આપીને સત્કારવામાં આવ્યા હતા.
શિક્ષકોની દીર્ઘકાલીન અને ઉમદા સેવાની નોંધ લઈને નવ શાળાના શિક્ષકો તેમજ શુભેચ્છકોની હાજરીમાં યોજાયેલા સમારંભમાં મહંત પૂ.લહેરગીરી બાપુએ આશિષ પાઠવ્યા હતા. શેત્રુજીડેમ કેન્દ્રવતી શાળા ખાતે લગાતાર 34 વર્ષ સુધી શિક્ષણમાં કાર્યરત શિક્ષક શ્રી જીતુભાઈ જોશી તેમજ સોનપરી, નાની પાણીયાળી, વિઠલવાડી શાળાના શિક્ષકોની માંગણી મુજબ બદલી થતાં તેમની સેવાની નોંધ લઈને ઉમળકાભેર વિદાય આપવામાં આવી હતી. સાથોસાથ બદલી થઈને નવા આવેલા શિક્ષકોને આવકારવામાં આવ્યા હતા. અહીં થોરાળી પ્રાથમિક શાળાના હર્ષાબેન મહેતા નિવૃત્ત થતા હોય તેમનું પણ નિવૃત્તિ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન નિયામક લાલજીભાઈ સોલંકી એ કર્યું હતું. પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પરેશભાઈ અમરેલીયા , કે. વ.શાળાના આચાર્યશ્રીઓ અને આજુબાજુની શાળાઓના શિક્ષકો તેમજ શ્રી ગુરુઆશ્રમ બગદાણાના પ્રતિનિધિ સુરૂભા ગોહિલ, શ્રી માંગલધામ ભગુડાના પ્રતિનિધિ ગીગાભાઈ કામળિયા, કોળામ્બાધામના પ્રતિનિધિ રવિરાજભાઈ કામળિયા, મયુરસિંહજી સરવૈયા, કેબી ગોસ્વામી, રાજવીરભાઈ ગઢવી, શ્રીમદ રાજચંદ્ર સત્સંગ કેન્દ્રના સાધક શ્રી મનસુખભાઈ બારોટ, ઘનશ્યામસિંહ રાઠોડ, મુકેશભાઈ પંડિત સહિત આમંત્રિતોની પ્રેરક હાજરી રહી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300