સીમા પાર થી આવેલી સીમા: લવ કે લવ જિહાદ..??!

સીમા પાર થી આવેલી સીમા: લવ કે લવ જિહાદ..??!
નાટકીય ઢબે દ્ર્શ્યો ભજવાઈ રહ્યાં છે…!!
આજકાલ પાકિસ્તાન થી ભારત માં આવેલી સીમા મલિક સોશિયલ મિડિયા માં હોટ ટોપિક બની છે. પ્રેમ આંધળો હોય છે. પ્રેમ ને સરહદ નાં સીમાડા નડતા નથી. એવી ટિપ્પણીઓ સાથે સાથે એક પ્રશ્ન પણ ચર્ચાઈ રહ્યો છે.- લવ કે લવ જિહાદ…?
આ ફિલ્મી કથા જેવી સ્ટોરી શરૂ થઈ ૨૦૧૯ માં. પબ્જી ગેમ રમતાં રમતાં સચીન નેત્રપાલ મીણા,સીમા ગુલામ હૈદર….એકબીજા પર ફાયર કરવા ને બદલે એક બીજા પર દિલ હારી ગયાં. અને શરૂ થયો પ્રેમ.સોશિયલ મિડિયા નાં માધ્યમ થી એકબીજા ને જાણ્યા, પરખ્યા.સચીન કુંવારો યુવક, તો સીમા શાદીશુદા. ઉપરાંત ચાર બાળક.સરહદ નાં સીમાડા તો નડતા જ હતા. ઉપરાંત ધર્મ પણ આડે આવતો હતો. યુવક હિંદુ, મહિલા મુસ્લિમ.યુવક દેખાવે એવરેજ જ્યારે યુવતી મોડેલ જેવી.છતાં,એકબીજા ને મળ્યાં અને આજે સીમા ભારત આવી ગઈ છે અને પ્રેમ નાં ગીત ગાય છે.
પણ.. અનેક સવાલો ખડા થયા છે.
ભારત ના કટ્ટર દુશ્મન પાકિસ્તાન ના કરાચી મલ્લીર કેન્ટ પોલીસ મથકે એક ફરિયાદ નોધાઇ.એક મહિલા ચાર બાળકો સાથે લાપતા છે… અહીં થી મામલો ન્યુઝ માં ચમક્યો. ભારત નાં વિઝા મેળવવા પ્રયત્ન કર્યો, પણ રિજેક્ટ થયા.આથી નેપાળ નાં વિઝા લઈ ને વાયા શારજહા નેપાળ પહોંચી.અહીં બંને પહેલી વાર મળ્યાં.ન્યુ વિનાયક હોટેલ,ન્યુ બસ પાર્ક,કાઠમંડુ માં સાત દિવસ રહ્યાં.મંદિરો માં ગયાં, પૂજાઓ કરી.વગેરે..
હવે એ ભારત આવી ગઈ છે. ભારતીય મિડિયા આમને લવ બર્ડ તરીકે પ્રમોટ કરી રહ્યા છે. પણ શું ખરેખર એવું છે ખરું?
અને હિંદુઓ ખુશી મનાવી રહ્યા છે કે સીમા પાર થી સીમા ભાભી લાવ્યા..સીમા ભાભી પણ ગદ્દર નું ઉડ જા કાલે કાવાં તેનું મુંહ શિખંડ પાવાં…ગાઈ રહી છે.પોતાને સકીના સાબિત કરવા જી જાન લગાવી રહી છે.ચાર ચોપડી ભણેલી, ઇસ્લામિક રૂઢિચુસ્ત મુલ્ક ની ચાર સંતાનો ની માતા પબજી પણ રમે? ઓકે.માની લઈએ. પણ દેખાવે એવરેજ છોકરા સાથે પ્રેમ થઇ જાય? કડકડાટ અંગ્રેજી બોલી જાણે છે. ભારતીય પરંપરા જાણે છે. જેણે જીવન માં સાડી જોઈ પણ નહીં હોય,એવી મહિલા સાડી,સિંદૂર, સહિત ૧૬ શણગાર સજી ધજી ને મિડિયા ને ઇન્ટરવ્યૂ આપી રહી છે. સામાન્ય મહિલા મિડિયા જોઈ ને થોડીક સંકોચાઈ જાય. પણ આ મોહતરમા જાણે કે જંગ જીતી લીધો હોય એમ પરફેક્ટ જવાબો આપી રહી છે અને એ પણ શુદ્ધ હિન્દી માં. પાકિસ્તાન માં તો ઉર્દૂ અને અરબી ભાષા વપરાય છે. થોડી હિન્દી ની છાંટ આવે, પણ અહીં તો અમુક શબ્દો ને બાદ કરતાં મોટા ભાગના શબ્દો હિન્દી હોય છે.કમ્પ્યુટર ચલાવતા પણ જાણે છે. એનો ભાઈ મિલેટરી માં છે.મકાન વેચી ને ૧૨ લાખ થી વધુ ખર્ચો કરી ને ભારત આગમન કર્યું. સીમા નો શોહર દુબઈ જોબ કરે છે.શું સીમા એ મકાન વેચ્યું એ વાત ની જાણ આસપાસ નાં લોકો ને નહીં થઈ હોય? એના સસરા પક્ષ માં એવું કોઈ નહીં હોય જે સીમા અને એનાં બાળકો નું ધ્યાન રાખતાં હોય? બુરખા વગર ઘર થી બહાર નહીં નીકળવા નાં કલ્ચર વાળા પાકિસ્તાન માં સીમા ને આટલી બધી આઝાદી કેવી રીતે મળી ગઈ? એક શહેર થી બીજે શહેર જવા માં મહિલાઓ, છોકરીઓ સહયાત્રી શોધતી હોય છે. અહીં તો એકલી જ પાકિસ્તાન થી શારજહા, નેપાળ, ભારત એમ દેશ – દેશ ફરી ને ભારત આવી.એની પાસે પાંચ દેશો નાં વિઝા છે. જેનો પતિ નોકરી કરતો હોય, એની પત્ની ને પાસે પાંચ દેશો નાં વિઝા કેવી રીતે હોઈ શકે? તેની બોડી લેન્ગવેજ પણ કોઈ પ્રોફેશનલ ઓફિસર જેવી છે. વિઝા વગર ભારત માં ઘૂસી એ તો ગુન્હો છે જ. ઉપરાંત તેનું નામ પણ શંકા ઉત્પન્ન કરે છે.પાકિસ્તાન જેવા ઇસ્લામિક મુલ્ક માં સીમા જેવાં સેક્યુલર નામ ઝુઝ જોવા મળે છે. ભારત માં પણ કોઈ મુસ્લિમ યુવતી નું નામ સીમા જલદી થી જોવા નહીં મળે.સચીન ને બદલે હૈદર કે અબ્દુલ ને પરણવા ભારત આવી હોત તો શંકા ઉત્પન્ન થાત.પણ નામ સચીન છે એટલે બધા આ કપલ નાં ઓવારણાં લઈ રહ્યાં છે. સચીન પણ સચીન જ છે કેમ એ તપાસ પણ થવી જોઈએ. સીમા પાર થી આવેલી આ અલબેલી સીમા પ્રેમાળ મહિલા કરતાં ષડયંત્ર કારી વધુ લાગે છે.પૂરા પ્લાન સાથે પાકિસ્તાની જિહાદ ભારત માં નવી રીતે રોપવા માં આવ્યો હોય એવી સંભાવના પ્રબળ છે.એની વધુ પડતી મેચ્યોરિટી પણ શંકા પેદા કરે એવી છે. ટ્રેન્ડ કરેલી ઓફિસર જેવી વાણી, વર્તન લાગે છે. આ બંને ની સધન તપાસ થવી જોઈએ. સીમા ની ઉંડી તપાસ થવી જોઈએ. અન્યથા એક નવા પ્રકાર નો આતંક જોવા મળે એવું પણ બને. પાકિસ્તાન આતંકવાદ ની ફેકટરી છે એ વાત હવે જગ આખું જાણે છે, પણ ૨૦૧૪ બાદ નરેન્દ્ર મોદી ની સરકાર બન્યા બાદ સીધી રીતે આતંકવાદ કરી શકાતો નથી. આથી પાકિસ્તાન નવા નવા દાવ ખેલ્યા કરે છે.આ નવો દાવ હોઈ શકે એની તપાસ થવી જોઈએ.નાટકીય ઢબે દ્ર્શ્યો ભજવાઈ રહ્યાં છે.જાણે કે સ્ક્રિપ્ટ મુજબ સંવાદો બોલાઈ રહ્યાં છે. સીમા પાર થી આવેલી સીમા ઘરેલુ સ્ત્રી કરતાં તૈયાર કરવામાં આવેલ ઓફિસર વધુ લાગે છે.ઈમોશનલ તડકો મારવા માટે ચાર – ચાર બાળકો સાથે રખાયાં છે. જેથી સંવેદના ઊભી થાય. અનેક સવાલો છે, અનેક રીતે શંકા ઉત્પન્ન થાય છે. આ બાબતે સરકાર ગહન તપાસ કરે તે ઇચ્છનીય છે.
રિપોર્ટ- રમેશ ગોસ્વામી “સારથિ”
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300