સમસ્ત મહાજન દ્વારા “સુમંગલમ વ્યાખ્યાન શ્રૃંખલા” વિષય પર વેબીનાર શૃંખલાનો શુભારંભ

સમસ્ત મહાજન દ્વારા “સુમંગલમ વ્યાખ્યાન શ્રૃંખલા” વિષય પર વેબીનાર શૃંખલાનો શુભારંભ
Spread the love

વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજન દ્વારા “સુમંગલમ વ્યાખ્યાન શ્રૃંખલા” વિષય પર વેબીનાર શ્રૃંખલાનો શુભારંભ કરાયો છે જે અંતર્ગત તા.૧૪/૦૭/૨૦૨૩ ને શુક્રવારના રોજ રાત્રે ૮-૩૦ કલાકે રાષ્ટ્રીય વેબીનાર યોજાશે. જેમાં ”સુમંગલમ પરંપરાઓથી છલકાતી પ્રકૃતિ” નાં વિષય પર માર્ગદર્શન આપવાનો પ્રયાસ આ વેબીનારમાં કરવામાં આવશે. જેમાં મુખ્ય વકતા તથા કાર્યક્રમનાં સંચાલક ડો. મીનાકુમારી જાંગીડ તથા ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના સદસ્ય અને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઈ શાહ માર્ગદર્શન આપશે. આ વેબીનાર સમસ્ત મહાજનનાં ફેસબુક પેઈઝ http://www.facebook.com/samastmahajan9, ઈન્સ્ટાગ્રામ પેઈઝ http://www.instagram/samastmahajan9, યુ ટ્યુબ પેઈઝ https://www.youtube.com/@samastmahajan5162 અને ટવીટર પેઈઝ https://twitter.com/SamastMahajan ૫૨ લાઈવ નિહાળી શકાશે. આ વેબીનાર અંગેની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા

b42c20e6-0b89-43b9-8892-53ebf646b88a.jfif_.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!