જાને કહા ગયે વો દીન?

અમિતાભ ૫૪ વરસથી બૉલીવુડમા રાજ કરે છે અમિતાભે બહુ ચડતી પડતી જોઈ છે.અમિતાભ એક સમયે એક્દમ દેવામાં આવી ગયા હતા એ સમયને યાદ કરતા કહે છે કે હું મારાં ખાલી ગેરેજમાં મારાં મિત્રોને ગાડી પાર્ક કરવાનું કહેતો હતો જેથી હું કંગાળ થઈ ગયો હોય એમ મીડિયાને લાગે નહીં
જયારે કઈ કામ નહોતું તે વખતે બધાની ના છતાં નાના પદડે ટી.વી.પર એન્ટ્રી મારી ધમાકેદાર એન્ટ્રી મારી.કોન બનેગા કરોડપતિ કાર્યક્રમ સુપરહિટ ગયો અમિતાભને જીવનદાન મળી ગયું.મોટા પડદા પર કામ મળતું નહોતું તે વખતે સામે ચાલીને યશ ચોપરા પાસે કામ માંગવા ગયા હતા.યશ ચોપરા એ અમિતાભ શાહરુખ એશ્વર્યાને લઈને મોહબ્બતે બનાવી ફિલ્મ સુપર હિટ અમિતાભની ગાડી સડસડાટ ચાલવા માંડી.પિન્ક પા બ્લેક હિટ
ફિલ્મ સફળ કે નિષ્ફ્ળ ગઈ હશે પણ અભિનેતા અમિતાભ કદી નિષ્ફ્ળ ગયા નથી ઉંચાઈ હોય કે બ્રહ્માસત્ર હરેક ફિલ્મમાં અભિનયની નવી ધાર બચ્ચન કાઢતા રહે છે
નવા નિર્માતા હોય કે અમીતાભના પુત્રની ઉંમરના નવા ડાયરેક્ટર હોય સાથે નવોદિત કલાકાર હોય બચ્ચન સદાબ હાર છવાયેલા જ રહે છે.
પિતાને ભરપૂર બેસુમાર આદર આપતાં બચ્ચન આજ કારણોસર પોતાના સમકાલીનોને પણ પુરેપુરી ઈજ્જત આપતાં રહે છે હરિવશ રાય બચ્ચન મોટા ગજાના સાહિત્યકાર હતા પૃથ્વીરાજ જયારે નાટકો લઈને અલ્લાહબાદ જતા તે વખતે હરિવશરાઈના ઘરે જ ચાહપાણી માટે રોકાતા હતા પૃથ્વીરાજ કપૂરના નાટકો દીવાર પઠાન અમિતાભ નાના હતા ત્યારે જોવા ગયા હતા ત્યારે ટીકીટ શો નહોતા ખુદ પૃથ્વીરાજ નાટક પતે એટલે ઝોળી લઈ ગેટ પર ઉભા રહેતા હતા જે તમારે નાખવું હોય એ તમારી મરજી મુજબ ઝોળીમાં નાખી દેવાનું હતું બચ્ચન પણ પિતાએ આપેલા પેસા ઝોળીમાં નાખી આવતા હતા
બચ્ચન જે વખતે ૧૦ વરસના હતા તે વખતે સિનિયર બચ્ચન પાસે ફોર્ડ કંપનીની કાર હતી દિલ્હી શિફ્ટ થયા પછી બચ્ચન ફેમિલિ સાઉથ એવન્યુમા રહેવા આવી ગયું હતું જે તીનમૂર્તિ ભવનથી માત્ર ૫૦ માઈલ જ દુર હતું આ તીનમૂર્તિ ભવન વડાપ્રધાન નહેરુનું ઓફિસયલી નિવાસ હતું જેમાં નહેરુ સાથે તેમની પુત્રી ઇન્દિરા તેમના પુત્ર રાજીવ અને સંજય પણ સાથે રહેતા હતા ૧૯૫૬ની સાલમાં બચ્ચન ૧૪ વરસના હતા જયારે રાજીવ અમિતાભ કરતા બે વરસ નાના હતા અમિતાભ ઇન્દિરાને ઇન્દુઆંટી કહેતા હતા જયારે ફૂલી ફિલ્મના અકસ્માત વખતે અમિતાભ મુંબઈની બિચકેન્ડી હોસ્પિટલમા જીવન મરણનો જંગ ખેલી રહ્યા હતા તે વખે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા મારતે વિમને દિલ્હીથી મુંબઈ અમિતાભની ખબર પૂછવા ધસી આવ્યા હતા જે એક રેકોર્ડ છે.
સોનિયા રાજીવ જયારે પ્રેમમા હતા તે વખતે સોનિયા ઇન્ડિયા આવે તો અમિતાભના ઘરે જ રોકાતા હતા સોનિયા અમિતાભને રાખડી બાંધતા હતા બન્ને ભાઈ બહેનનો સંબંધ એટલો બધો. મજબુત હતો કે ફૂલીના અકસ્માત વખતે ડોક્ટરોએ અમિતાભના માથાના બધા વાળ ઉતારી લીધા તે વખતે ડોક્ટરોના કહેવા છતાં અમિતાભ. હાથ પરથી સોનિયાએ બાંધેલી રાખડી જીદ કરીને ઉતારી નહોતી
પાછળથી ગાંધીપરિવાર અને બચ્ચન પરિવાર વચ્ચે સંબધો પહેલા જેવા રહ્યા નહોતા
૮૦ વરસે પણ બચ્ચન. લાજવાબ અનમોલ અનન્ય અતુલ્ય છે સતત કામ કરતા રહે છે
આલેખન અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300