જુગાર રમતા શકુનિઓ ને ઝડપી પાડતી ભાભર બનાસકાંઠા પોલીસ

ભાભર ટાઉન વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું: જુગાર રમતા શકુનિઓ ને ઝડપી પાડતી ભાભર બનાસકાંઠા પોલીસ
રોકડ રકમ,મોટર સાયકલ અને મોબાઇલ નંગ 12 સહિત મળી કુલ મુદ્દામાલ 2.82.300 સાથે જુગારીઓ ને પકડી પાડતી ભાભર પોલીસ
બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે આવેલ ટાઉન વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું હતું.જેમાં જુગાર રમતા શકુનિઓ ને ઝડપી પાડવામાં ભાભર બનાસકાંઠા પોલીસ ને મોટી સફળતા મળી છે. કુલ રોકડ રકમ 28300,મોટર સાયકલ 6 કિંમત રૂપિયા 1.90.000 અને મોબાઇલ નંગ 12 જેની કિંમત 64000 સહિત મળી કુલ મુદ્દામાલ 2.82.300 નાં મુદ્દામાલ સાથે જુગારીઓ ને ભાભર પોલીસ એ ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી હતી.
જે આર મોથલિયા પોલીસ મહા નિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓ એ દારૂ જુગાર ની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા કરેલા સૂચના નાં આધારે ડી ડી ગોહિલ નાયબ પોલીસ અધિક્ષક દિયોદર વિભાગ તથા એસ એમ ચૌધરી સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શિહોરી નાઓના માર્ગદર્શન હેઠળ એચ પી દેસાઈ પોલિસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફ નાં માણસો ભાભર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા જે દરમિયાન મળેલ ખાનગી બાતમી નાં આધારે ભાભર ટાઉન વિસ્તાર માં આવેલ બનાસ લાટી આગળ લીમડાના ઝાડ નીચે રમી રહેલા જુગારીઓ ને રંગે હાથ દબોચી લીધા હતા. 12 જુગારીઓ ને રંગેહાથ ઝડપી ભાભર પોલીસ સ્ટેશન મથકે લાવી જુગાર ધારાની કલમ મુજબ ની કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી હતી..
રિપોર્ટ : સુનિલ ગોકલાની ભાભર બનાસકાંઠા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300