અદાકારી અને અભિનયના એકમેવ આફતાબ દિલીપકુમાર

અદાકારી અને અભિનયના એકમેવ આફતાબ  દિલીપકુમાર
Spread the love

બૉલીવુડના અભિનય અને સારી અદાકારી કરતા અભિનેતાની યાદી બનાવીએ તો જેમના નામનો અચૂક સમાવેશ કરવો જ પડે એવા દમદાર અભિનયના બેતાજ બાદશાહ દિલીપકુમાર સાચા અર્થમા અભિનયની યુનિવર્સિટી હતા
હમણાં ૭ મી જુલાઈએ જેમની વિદાઈને એક વરસ પૂરું થયું એ દિલીપકુમાર અનમોલ અતુલ્ય અનોખા નોખા જન્મજાત કલાકાર હતા
દિલીપસર માટે ફિલ્મ અને અભિનય એક કલા હતી દિલીપસર જેવા કલાકારો સદીમા એક જ વાર જન્મ લે છે નવોદિત કલાકારોએ દિલીપસરની તમામ ફિલ્મો દ્રશ્યો વારંવાર જોઈ તેમાંથી અભિનયના પાઠો પાક્કા કરવા પડશે.
દિલીપ સર આઠ વખત ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતી પહેલો ફિલ્મફેર એવોર્ડ જીતવાનું બહુમાન પણ દિલીપસર ધરાવે છે દિલીપસર પદમભૂષ્ણ પદમવિભૂષણ પણ દિલીપસર મેળવી ચુક્યા છે ફિલ્મઉદ્યોગનો સર્વોચ્ચ દાદાસાહેબ ફાલકે એવોર્ડ પણ દિલીપસર મેળવી ચુક્યા છે
દિલીપસરનો જન્મ પેશાવર પાકિસ્તાનમા થયો હતો હાલ દિલીપસરના મકાનને પાકિસ્તાન રાષ્ટ્રીય ધરોહર તરીકે વિકસાવવા માંગે છે
દિલીપસર સાથે પાકિસ્તાનમા જન્મેલા બીજા આપણા કલાકારોમાં રાજકપુર દેવ આનંદ સુનિલદત અને રાજેન્દ્રકુમાર પણ છે
આજે તમને અભિનયનો અ પણ ના આવડતો હોય તો પણ આધુનિક ટેક્નોલોજી અને અધતન કેમેરાની મદદથી ફિલ્મ બનાવનારા એવી ભવ્ય અને આલિશાન ફિલ્મ બનાવે છે કે આપણું ધ્યાન અભિનેતાઓના નબળા અભિનય પર જાય જ નહીં તમે માત્ર ભપકાદર સેટ જ જોયા કરો લાઇટિંગ જ જોયા કરો હવે ફિલ્મ બનાવવા આધુનિક લેટેસ્ટ કેમેરા નવી નવી શોધોની મદદ લેવાય રહી છે એડિટિંગના પણ નવી સ્ટાઇલ અપનાવામાં આવે છે દિલીપસરના જમાનામાં એવું હતું નહીં પોતાની રાહ પોતાનો રસ્તો જાતે બનાવવો પડતો હતો તમને જાણીને નવાઈ લાગશે કે બોમ્બે ટોકીજની જવારભાટાથી બૉલીવુડમા પ્રવેશ કરનારા દિલીપસરે લાંબી કારકિર્દીમા માત્ર ૬૦ ફિલ્મો જ કરી છે
દિલીપસરે ખુદ પોતાની ઘીમે ધીમે અટકીને સંવાદો બોલવાની પોતાની એક નવી શેલી વિકસાવી હતી દિલીપસર દરેક પાત્રનું ખુબ જ બારીકાઈથી નિરીક્ષણ કરતા હતા દરેક રોલ માટે જબરજસ્ત મહેનત કરતા હતા આપને ફિલ્મ જોવા જઈએ તો પડદા પર દિલીપસર ખોવાઈ જતા હતા એ પાત્ર ઉપસી આવતું હતું
જુની બિમલરોયની દેવદાસમાં દિલીપસરે પ્રેમમા નિષ્ફ્ળ ગયેલા પ્રેમભગ્ન પ્રેમીનું પાત્ર ભજવ્યું હતું આ ફિલ્મને આજે વરસો થઈ ગયા છતાં આજે પણ નિષ્ફળ પ્રેમીઓને એમના નામથી નહીં દિલીપસરે ભજવેલા દેવદાસ તરીકે સંબોધન કરીએ છીએ.એક કલાકારબધા સશકત અભિનયનું આનાથી મોટુ બીજું ક્યુ પ્રમાણપત્ર હોય શકે
દિલીપસરની બીજી એક ખાસ વિશેષતા એ હતી કે દિલીપસરની ઉર્દુ ફારસી અને અંગ્રેજી ભાષા પર બહુ સારી પકડ હતી દિલીપસર ખુબ વાંચતા હતા વાતવાતમા ગાલિબ મોમીન અને ઝોકના શેરો ટાકિયા કરતા હતા ઘણા બધા શેરો દિલીપસરને મોઢે હતા
પ્યાસાના વિજયના રોલ કરવાની દિલીપસરે ના પાડતા ગુરુદતે છેવટે કંટાળીને વિજયનો રોલ પોતે ભજવ્યો ફિલ્મ પ્યાસા સુપરહિટ ગઈ હતી પોતાના ખાસ અંગત મિત્ર રાજકપુરને પણ સંગમના રોલ માટે ના પાડી રાજે આ રોલ રાજેન્દ્ર કુમારને આપ્યો ફિલ્મ સંગમ સુપરહિત ગઈ હતી
દિલીપસરે કોમેડી સામાજિક સસ્પેન્સ રોમેન્ટિક લવસ્ટોરી સહિત તમામ જાતની વેવિધ્ય અલગ અલગ ભૂમિકાઓ ભજવી હતી જાની રાજકુમાર સાથે પેગામ અને સોદાગરમા દેખાયા હતા જાની રાજકુમારને સોદાગર માટે સુભાષ ધાઈ વાર્તા આપવા ગયા તે વખતે સુભાષ ધાઈએ. કહ્યું કે દિલીપસર પણ આ ફિલ્મમા છે તે વખતે જેમની સાથે પેગામ પછી ૩૩ વરસ બોલચાલનો સંબંધ નહોતો એ દિલીપસર વિશે જાની રાજકુમાર બોલી ઉઠ્યા આ ઇન્ડસ્ટ્રીમા હું મારાં પછી કોઈને સૌથી સારો અભિનેતા કલાકાર માનતો હોવ તો એ દિલીપકુમાર છે બોલો જેની દુશ્મન પણ તારીફ કરે એવા દિલીપસરના કામ માટે કઈ કહેવાનું હોય જ નહીં.
આપણા સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે દિલીપસરે મુશીર રિયાજની શક્તિ ફિલ્મમાં આપણે જલસો કરાવી દીધો હતો ખાસ કરીને રાખી મુત્યુ પામી છે રાખીનો મૃતદેહ પડ્યો છે કેદી અમિતાભને માતા રાખીના અંતિમ દર્શન કરવા પોલીસ જાપ્તા સાથે ઘરે લાવવામાં આવે છે એ વખતે દરવાજાથી રાખીનો મૃતદેહ હતો એ જગ્યા સુધી આવી ત્યાં બેસી માતાના અંતિમ દર્શન કરી ત્યાં બેસેલા રડતા દુઃખી ઇન્સ્પેક્ટર પિતા અશ્વનીકુમાર પાસે બેસી મૌન રહી આશ્વાસન દિલાસો આપી પાછુ ઉભા થઈ ઘરની બહાર નીકળવું ખરેખર બચ્ચન અને દિલીપસરે બન્નેએ એક પણ સંવાદ વગર એક પણ શબ્દ બોલ્યા વગર મૌન રહીને દ્રશ્યમાં પ્રાણ પુરી દીધા હતા સલામ છે દિલીપસર અને બચ્ચન બન્નેને યાદગાર દ્રશ્ય ભજવ્યું હતું
દિલીપસરની યાદગાર ફિલ્મોની યાદી ટૂંકમાં જોઈએ
જુગનું દાગ ગંગા જમના સોદાગર પેગામ રામ ઓર શ્યામ લીડર નયા દોર આઝાદ મધુમતી દેવદાસ શક્તિ મશાલ ગોપી કર્મા ગણી શકાય
કે આસિફની મુઘલે આઝમ બૉલીવુડની અનમોલ ફિલ્મ છે મુઘલે આઝમના સંવાદો ગીત સંગીત સિનેરસીકો આજે પણ ગણગણે છે ઘણા બધા સંવાદો પુરેપુરા યાદ હોય એવા પણ સેંકડો દિલીપપ્રેમી તમને સુરતમાં આજે પણ જોવા મળશે દિલીપસર અને જાયન્ટ કદાવર પૃથ્વીરાજ વચ્ચેના ડાયલોગ કોણ ભુલી શકે?
અભિનયના સાચા મહારથી દિલીપસરને કોટીકોટી વંદન

આલેખન અબ્બાસભાઈ કૌકાવાલા.સુરત

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!