પોર્ટરે ભારતભરમાં સીમલેસ શિપિંગ માટે ઇન્ટરસિટી કુરિયર સેવા શરૂ કરી

પોર્ટરે ભારતભરમાં સીમલેસ શિપિંગ માટે ઇન્ટરસિટી કુરિયર સેવા શરૂ કરી
Spread the love
  • માત્ર 40 રૂપિયાથી શરૂ થતા ભારતભરના 19000થી વધુ સ્થળોએ વેલ્યુ-પેક્ડડિલિવરી સુનિશ્ચિત કરવી !

18 જુલાઈ 2023: ભારતની સૌથી મોટી ટેક-આધારિત, ઓન-ડિમાન્ડ લોજિસ્ટિક્સ કંપનીઓમાંની એક પોર્ટર તેની ઇન્ટર-સિટી કુરિયર સર્વિસીસ શરૂ કરવાની જાહેરાત કરે છે, જેનો ઉદ્દેશ દેશભરમાં ચીજવસ્તુઓના પરિવહનની રીતમાં પરિવર્તન લાવવાનો છે. આ ટેક-સક્ષમ ઇન્ટર-સિટી ડિલિવરી ઓફર એસએમઇ, છૂટક વ્યવસાયો અને નિયમિત ગ્રાહકો સહિત ગ્રાહકોની વિશાળ શ્રેણીને વિશ્વસનીય, વાજબી અને મુશ્કેલી-મુક્ત ઘર આંગણે પિકઅપ અને ડિલિવરી સેવાઓ આપીને લોજિસ્ટિક્સ લેન્ડસ્કેપને સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે. આ જાહેરાત પર બોલતા, પોર્ટરના સીઓઓ અને સહ-સ્થાપક શ્રી ઉત્તમ દિગ્ગાએ કહ્યું હતું કે, “અમે અમારી નવી ઇન્ટરસિટી કુરિયર સેવા શરૂ કરવા માટે ઉત્સાહિત છીએ, જેનો ઉદ્દેશ લોજિસ્ટિક ગેપ્સને દૂર કરીને અમારા મૂલ્યવાન ગ્રાહકો માટે મુશ્કેલી-મુક્ત, વિશ્વસનીય અને સસ્તી સેવા આપવાનો છે.”

જેમ જેમ અમે અમારી ઇન્ટ્રાસિટી લોજિસ્ટિક્સ વિકસિત કરીએ છીએ તેમ તેમ અમારું ધ્યેય અમારી ઇન્ટરસિટી કુરિયર સેવામાં કાર્યક્ષમતા અને સાતત્યપૂર્ણતાની સમાન ગુણવત્તા સ્થાપિત કરવાનું છે.” ઇન્ટરસિટી લોજિસ્ટિક્સ માટે સાતત્યપૂર્ણ અને સંગઠિત સોલ્યુશનની જરૂરિયાતને ઓળખીને પોર્ટરની નવી સેવા કોઈ પણ વધારાના ચાર્જિસ કે લઘુતમ ઓર્ડરની જરૂરિયાત વિના ઘર આંગણે પિકઅપ સુવિધા આપીને અજોડ સુવિધા સુનિશ્ચિત કરે છે. શરૂઆતના તબક્કે, આ સેવા 20 કિલોગ્રામ વજનના શિપમેન્ટ માટે ઉપલબ્ધ છે, જે મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ, પુણે, કોલકાતા, સુરત, અમદાવાદ અને કોઈમ્બતુર સહિત ભારતભરમાં ઝડપી અને સુરક્ષિત પરિવહન સેવા આપે છે, જે કુલ 19,000 થી વધુ પિન કોડને આવરી લે છે.

આગામી મહિનાઓમાં, પોર્ટર તેની ઇન્ટરસિટી કુરિયર ક્ષમતાઓમાં વધારો કરીને અન્ય ભારતીય શહેરોમાં પણ પોતાની સેવાનો વિસ્તાર કરશે, તમામ કદના વ્યવસાયો માટે બહુમુખી લોજિસ્ટિક્સ સોલ્યુશન તરીકે તેની સ્થિતિને મજબૂત કરશે. ‘એક અબજ સપનાને સાકાર કરતા એક સમયે એક ડિલિવરી’ના હેતુ સાથે, પોર્ટર ઇન્ટરસિટી ગ્રાહકોને શહેરોમાં માલસામાન મોકલવા માટે સક્ષમ બનાવે છે, જેથી તેમને વૈકલ્પિક સેવા પ્રદાતાઓની શોધ કરવાની મુશ્કેલી રહેતી નથી. આ સેવા ઇન્ટરસિટી લોજિસ્ટિક્સ ઉદ્યોગમાં મુખ્ય સમસ્યાઓને સંબોધિત કરે છે, જેમાં ડોર-ટુ-ડોર પિકઅપ વિકલ્પોનો અભાવ અને વાજબી અને વિશ્વસનીય સેવાઓની જરૂરિયાતનો સમાવેશ થાય છે. પોર્ટરના અદ્યતન ટેકનોલોજી પ્લેટફોર્મનો લાભ લઈને, ગ્રાહકો ‘ડિલિવરી છે? થઇ જશે!’ ની ખાતરી સાથે પારદર્શક કિંમત અને સમયસર ડિલિવરી સાથે સુવ્યવસ્થિત અનુભવનો આનંદ માણી શકે છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!