જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે NDRF-SDRFની ટીમ સ્ટેન્ડબાય

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે NDRF-SDRFની ટીમ સ્ટેન્ડબાય
NDRF-SDRFની ટીમને વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખી માંગરોળ સ્ટેન્ડ બાય રખાઈ
દામોદર કુંડ, વિલીંગ્ડન ડેમ હસનાપુર સહિતના જળાશયોમાં પાણીની પુષ્કળ આવક હોવાથી તે વિસ્તારમાં ન જવા તંત્રનો અનુરોધ
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયાએ રાજ્ય સરકાર પાસે એનડીઆરએફની ટીમની માંગ કરી હતી. જેને અનુલક્ષીને આજે બપોરના એનડીઆરએફની ટીમ જૂનાગઢ આવી પહોંચી હતી. તેમજ માંગરોળમાં પડી રહેલા ભારે વરસાદના પગલે આ એનડીઆરએફની ટીમને માંગરોળ ખાતે જવા રવાના કરી હતી. હાલ એનડીઆરએફની ટીમને માંગરોળ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ઉપરાંત વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખી એસડીઆરએફની ટીમ પણ માંગરોળ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
હાલ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક તંત્ર સતર્કતા સાથે નજર રાખવામાં આવી રહી છે.
ભારે વરસાદના કારણે ભવનાથ વિસ્તાર, દામોદર કુંડ, વિલીંગ્ડન ડેમ તેમજ હસનાપુર ડેમમાં પાણીની પુષ્કળ આવક થયેલ હોય જેથી જૂનાગઢના નાગરિકોને આ સ્થળો પર અવર જવર ન કરવા તેમજ સાવચેતી રાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
ઉપરાંત ભારે વરસાદને કારણે ૧૨ જેટલા એસટી બસોના રૂટો બંધ થયેલ છે. તેમજ લોકોને હાલની પરિસ્થિતિ જોતા બિન જરૂરી મુસાફરી ટાળવા માટે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300