ભારતમાં તમાકુ નિયંત્રણ નીતિઓ આર્થિક સંઘર્ષ વધારી રહી છે…!

ભારતમાં તમાકુ નિયંત્રણ નીતિઓ આર્થિક સંઘર્ષ વધારી રહી છે…!
Spread the love

ભારત તમાકુનો ઉપયોગ કરતી આર્થિક રીતે નબળી વિશાળ વસતિને લીધે અજોડ તમાકુ નિયંત્રણ પડકારનો સામનો કરી રહ્યો છે. આતી બારતની તમાકુ નીતિ ઘડવા સમયે આદતોનો આર્થિક પ્રભાવ ધ્યાનમાં લેવાનું નીતિના ઘડવૈયાઓ માટે મહત્ત્વપૂર્ણ છે. તમાકુ ઉદ્યોગ લાખ્ખો આજીવિકાને ટેકો આપે છે અને ભારતની કર મહેસૂલ અને ખેડૂતની આવકમાં નોંધપાત્ર યોગદાન આપે છે. સરકાર અને ડબ્લ્યુએચઓ જેવી સંસ્થાઓ દ્વારા નોંધપાત્ર રોકાણ છતાં વર્તમાન નીતિઓ તમાકુનો ઉપભોગ અસરકારક રીતે ઓછો કર્યો નથી. સિગારેટ અને બીડીનું વેચાણ ઘટ્યું નથી. ભારત 300 મિલિયન તમાકુના ઉપભોક્તાઓ ધરાવે છે, જેમાં દરેક ત્રણમાં એક પુખ્તનો સમાવેશ થાય છે.

તમાકુ નિયંત્રણ કાર્યરેખામાં તમાકુના ઉપભોક્તાઓ માટે સમાધાનને અગ્રતા આપતો અને તમાકુ ઉદ્યોગમાંથી ઈનસાઈટ્સ ધ્યાનમાં લેવા માટે બદલાવની જરૂર છે. જેએસએના ભાગીદાર ઉપેન્દ્ર નાથ શર્માએ જણાવ્યું હતું કે, “જો સરકાર સુસંગત હિસ્સાધારકો સાથે જોડાણમાં નાવીન્યપૂર્ણ અને ગુણવત્તા નિયંત્રિત નિયમન વિકલ્પો (પારંપરિક તમાકુ સામે 90-99 ટકા ઓછા હાનિકારક)માંથી લાભો તમાકુના ઉપભોક્તાઓને મળે તેવી ઉત્તમ વિચારેલી અને જાહેરમાં ચર્ચા કરેલી ધારાઓ લાવવી જોઈએ, જે હાનિકારક તમાકુનાં ઉત્પાદનો પર નિર્ભરતા ઓછી કરવા અને જીવન પર હકારાત્મક પ્રભાવ પાડવા માટે લાંબી મજલ મારશે.”

આ નીચી અને મધ્યમ આવકના દેશો (એલએમઆઈસી)માં ગરીબીનું ઝેરી ચક્ર પણ પ્રેરિત કરે છે, જ્યાં તમાકુનો સૌથી વધુ ઉપભોગ આર્થિક રીતે પછાત વર્ગમાંથી આવે છે. ગરીબીનું આ ચક્ર ત્રણ પરિબળો દ્વારા પ્રેરિત છે. સૌપ્રથમ, કર વધારવાથી તેમના મર્યાદિત આવકમાંથી નોંધપાત્ર હિસ્સો તેઓ વ્યસન પર ખર્ચ કરે છે, જેને લીધે તેઓ વધુ ગરીબ બને છે. બીજું, કરમાં વૃદ્ધિ અનધિકૃત તમાકુના વેપારમાં યોગદાન આપે છે, જેને કારણે સરકારી મહેસૂલ ઓછી થાય છે અને સંભવિત રીતે સામાજિક કલ્યાણ રોકાણોને અસર કરીને મૂળભૂત સુવિધાથી વંચિતો પર વધુ અસર કરે છે. અંતે, તમાકુ સંબંધી રોગો વ્યસનીઓ પર ઉચ્ચ સ્વાસ્થ્ય સંભાળના ખર્ચમાં પરિણમે છે. તમાકુ છોડવાનું નિકોટિનના ગુણોને લીધે લગભગ અશક્ય છે, કારણ કે તે ભૂખ ઓછી કરે છે અને ઉપાપચય વધારીને ઓછી આવકનાં જૂથો નિયમિત ઉપયોગ કરવા પ્રેરિત છે.

શું આ ગૂંચને દૂર કરવાની કોઈ રીત છે? તમાકુની કટોકટી દેશના સ્તરે તૈયાર અભિગમ સાથે અસરકારક વૈશ્વિક વ્યૂહરચનાઓને જોડીને નિયંત્રણમાં લઈ શકાય અથવા નાબૂદ કરી શકાય છે, જ્યાં સરકાર વિકાર અને ખતરો ઓછો કરવા માટે ભાવનાત્મક અનુરોધ અને વિજ્ઞાનને એકત્ર પ્રમોટ કરે છે. જો તમાકુ પર પ્રતિબંધ અશક્ય હોય તો ઉપભોક્તા માટે એકમાત્ર વિકલ્પ વ્યસન છોડો અથવા મરો જેવી થાય છે, કારણ કે મોજૂદ નિયંત્રણ નીતિઓ અસર બતાવી નથી અને સુરક્ષિત વિકલ્પોને નિયંત્રિત કરવાના અંતિમે હવે જાય છે. અનેક વિકસિત દેશો તમાકુનો ઉપભોગ ઓછો કરવા પર કામ કરવા સાથે જીવન બચાવવા અગ્રતા આપતા હાનિ ઓછી કરતા વિકલ્પો અપનાવી રહ્યા છે. એલએમઆઈસીમાં સરકારોએ જીવન બચાવવા અને તમાકુથી પેદા થતી ગરીબી ઓછી કરવા માટે અગ્રતા આપવા હાનિ ઓછી કરવાનો માર્ગ ગંભીરતાથી વિતારવું જોઈએ.

Admin

Admin

9909969099
Right Click Disabled!