ઇસ્કોન માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા દિવંગતોના પરિવારજનોની આરોગ્ય મંત્રીશ્રી એ મુલાકાત લઇ સંવેદના વ્યક્ત કરી

ગઇ કાલ રાત્રે ઇસ્કોન માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા દિવંગતોના પરિવારજનોની આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ એ અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત લઇ સંવેદના વ્યક્ત કરી
ગઇ કાલે રાત્રે ઇસ્કોન માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓ પ્રત્યે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એ સંવેદના વ્યક્ત કરી છે.
મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એ આ દિવંગતોના સ્વજનોની આજે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત લઈને સાંત્વન પાઠવી હતી.
તેમણે આ ગોઝારી ઘટના પર દુ:ખ વ્યક્ત કરીને માર્ગ અકસ્માત સાથે સંકળાયેલ લોકો સામે સત્વરે સખત કાર્યવાહી કરવામા આવશે તેમ પણ જણાવ્યું હતું.
માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર તમામ લોકો પ્રત્યે સરકારે સંવેદનશીલતા દાખવી છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દિવંગતોના પરિવારજનોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હોવાનું મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એ ઉમેર્યું હતું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300