ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત ‘વરસાદ ભીંજવે’ કાર્યક્રમમાં ‘પોતપોતાની તરસ’ સાથે કવિઓ-ગાયકો વરસશે

ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત ‘વરસાદ ભીંજવે’ કાર્યક્રમમાં ‘પોતપોતાની તરસ’ સાથે કવિઓ-ગાયકો વરસશે
Spread the love

ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત ‘વરસાદ ભીંજવે’ કાર્યક્રમમાં ‘પોતપોતાની તરસ’ સાથે કવિઓ-ગાયકો વરસશે

ગુજરાત સાહિત્ય અકાદમી, એચ. કે. આર્ટસ કોલેજ અને આશુતોષ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત
જાણીતા ગઝલકાર અશોક ચાવડા ‘બેદિલ’ સંપાદિત પુસ્તક ‘પોતપોતાની તરસ’ (સુપ્રસિદ્ધ કવિ ડૉ. હર્ષદેવ માધવની કવિતાઓ) વિમોચન સમારોહ તા. ૨૭-૭-૨૦૨૩ ને ગુરુવારે સાંજે ૬.૦૦ કલાકે એચ. કે. કૉલેજ સભાગૃહ આશ્રમ રોડ ખાતે યોજાયો છે. પુસ્તકનું વિમોચન વિખ્યાત વક્તા અને સુખ્યાત સાહિત્યકાર ભાગ્યેશ જહા કરશે. જાણીતા શિક્ષણવિદ સુભાષ બ્રહ્મભટ્ટ અને ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ અતિથિવિશેષ રૂપે ઉપસ્થિત રહેશે. જાહેર જનતાને નિમંત્રણ છે.
‘વરસાદ ભીંજવે’ કાર્યક્રમ અંતર્ગત જાણીતા ગાયિકા કાવ્યગાન માયા દીપક અને ડૉ. કૃતિ મેઘનાથી કાવ્યગાન કરશે. જાણીતા ગઝલકાર રમેશ ચૌહાણ, મનીષ પાઠક, રક્ષા શુક્લ, વ્રજેશ મિસ્ત્રી, જિગર ઠક્કર કાવ્યપાઠ કરશે. સુપ્રસિદ્ધ કવિ હરદ્વાર ગોસ્વામી સંચાલન કરશે. અશોક ચાવડા અને હર્ષદેવ માધવ પ્રતિભાવ પાઠવશે. પ્રવેશ વિના મૂલ્યે રહેશે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!