લીલીયા : ખેતરો ધોવાણ થતા જિલ્લા પંચાયત સદસ્યા એ ખેડૂતો ને રાહત પેકેજ આપવા કરી રજૂઆત

લીલીયા તાલુકા માં ખેતરો ધોવાણ થતા જિલ્લા પંચાયત સદસ્યા રમીલાબેન ધોરાજીયા એ ખેડૂતો ને રાહત પેકેજ આપવા કરી રજૂઆત
લીલીયા તાલુકા માં છેલ્લા ઘણા દિવસો થી વરસાદ ચાલુ હોય ત્યારે ખેતરો માં વાવેલ પાક ને નુકશાન થતા જિલ્લા પંચાયત સદસ્યા રમીલાબેન ધોરાજીયા દ્વારા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ને પત્ર પાઠવી રજૂઆત કરી પત્ર માં જણાવેલ કે હાલ છેલ્લા જુલાઈ માસથી લીલીયા તાલુકામાં અતિવૃષ્ટિને કારણે ગાગડીયા અને શેત્રુંજી નદીના આસપાસના વિસ્તારમાં અનરાધાર વરસાદ પડી રહયો છે તેમજ હાલ લીલીયા તાલુકામાં ખુબજ વધારે પ્રમાણમાં વરસાદ પડતા ઉપરાંત ઉપરવાસથી પાણીની રેલ આવતા સમગ્ર ગાગડીયા અને શેત્રુજી નજીકના પટાની આસપાસના ખેડુતોના ખેતરમાં વાવેલ ચોમાસુ ઉભો પાક સદંતર નાશ પામેલ હોય તેમજ ખેતરોની જમીનનુ મોટાપાયે ધોવાણ થયેલ હોય તેમજ આજુબાજુના ખેડુતોને ખેતી સિવાય હાલ કોઈ અન્ય રોજગાર ન હોય ખેડુતોને આર્થિક રાહત પેકેજ આપવા આપ સાહેબશ્રીની કક્ષાએથી જરૂરી માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રી અને માનનીય કેબીનેટ કૃષિમંત્રી સાહેબશ્રી ગુજરાતને જરૂરી ધટીત કાર્યવાહી કરવા માટે લીલીયા જિલ્લા પંચાયત સદસ્ય રમીલાબેન બી ધોરાજીયા દ્વારા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ને પત્ર પાઠવી રજુઆત કરવા માં આવેલ છે
રિપોર્ટ : ઈમરાન એ પઠાણ.લીલીયા મોટા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300