ગુજરાતમાં ‘જ્ઞાન સહાયક યોજના’નો જ્યાં સુધી અમલ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓના હિતમાં ‘પ્રવાસી શિક્ષક યોજના’ ચાલુ રાખવાનો સરકારનો નિર્ણય

ગુજરાતમાં ‘જ્ઞાન સહાયક યોજના’નો જ્યાં સુધી અમલ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓના હિતમાં ‘પ્રવાસી શિક્ષક યોજના’ ચાલુ રાખવાનો સરકારનો નિર્ણય-પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ
પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે,
ગુજરાતમાં ‘જ્ઞાન સહાયક યોજના’નો જ્યાં સુધી અમલ ન થાય ત્યાં સુધી લાખો વિદ્યાર્થીઓના હિતમાં ‘પ્રવાસી શિક્ષક યોજના’ ચાલુ રાખવાનો સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે,
સરકારી અને અનુદાનિત પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મંજૂર શિક્ષકોની જગ્યાઓ નિયમિત શિક્ષકથી ભરાય નહીં ત્યાં સુધી વિદ્યાર્થીનું શિક્ષણ કાર્ય અટકી નહીં તે માટે તાસ દીઠ માનદવેતનથી શિક્ષણ કાર્ય કરવા ‘પ્રવાસી શિક્ષક યોજના’ને વધુમાં વધુ છ માસ અથવા જ્ઞાન સહાયક યોજના અંતર્ગત જ્ઞાન સહાયકોની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300