અંબાજી : મોદી ભવન ખાતે સિકલ સેલ ના દર્દીઓ ને મફત મા પોષણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું

અંબાજી : મોદી ભવન ખાતે સિકલ સેલ ના દર્દીઓ ને મફત મા પોષણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું
Spread the love

તાલુકા આરોગ્ય અધિકારી ર્ડો કિરણ ગમાર ના માર્ગદર્શન થી પ્રા.આ.કે સેબલપાણી અને અંબાજી ના રહીશ શ્રી વિપુલભાઈ દવે દ્વારા અંબાજી મુકામે મોદી ભવન ખાતે તારીખ 04/08/2023 ના રોજ સિકલ સેલ ના દર્દીઓ ને મફત મા પોષણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું જેમાં પ્રા.આ.કે. ના મેડિકલ ઓફિસર ર્ડો ગૌરવ પટેલ, ર્ડો. વિશાલ મોદી, સુપર વાઇઝર વિજયભાઈ ચૌધરી, મમતાબેન ગમાર અને પ્રા.આ.કે. ના MPHW ઉપસ્થિત રહ્યા


પોષણકીટ વિતરણ કાર્યક્રમ મા પ્રા.આ.કે. ના મેડિકલ ઓફિસર અને સુપરવાઇઝર વિજયભાઈ ચૌધરી દ્વારા સિકલસેલ ના દર્દી ને દર્દી નું આરોગ્ય સારુ રહે અને તંદુરસ્ત જીવન જીવે અને તકેદારી ભાગરૂપે રાખવાની કાળજી લે તે માટે આરોગ્ય શિક્ષણ આપ્યું ત્યારબાદ પોષણ કીટ ના દાતા શ્રી વિપુલભાઈ દવે અને તેમનો પરિવાર અને મેડિકલ ઓફિસર સાહેબ શ્રી ના હસ્તે દર્દી ઓ ને પોષણ કીટ વિતરણ કરવામાં આવી તથા દાતા શ્રી વિપુલભાઈ એ ભવિસ્ય મા જરૂરિયાત વાળા દર્દીઓ ને પોષણ કીટ નું વિતરણ કરશે તેવી ખાત્રી આપી જે બદલ પ્રા.આ.કે. દ્વારા શ્રી વિપુલભાઈ અને તેમના પરિવાર નો આભાર વ્યક્ત કર્યો…


ઉપરોક્ત કાર્યક્રમ નું સફળ આયોજન પ્રા.આ.કે. ના Mphw દિનેશભાઇ, વિમલભાઈ મોદી, મહેશભાઈ, તથા અંજુબેન દ્વારા કરવામાં આવ્યું

રિપોર્ટ : અમિત પટેલ અંબાજી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!