મારી માટી, મારો દેશ-માટીને નમન વીરોને વંદન

મારી માટી, મારો દેશ-માટીને નમન વીરોને વંદન
કેશોદના મઘરવાડા ગામે ૪ નિવૃત આર્મીમેનનું સન્માન
જૂનાગઢ : આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત મારી માટી, મારો દેશ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે કેશોદ તાલુકાના મઘરવાડા ગામની પ્રાથમિક શાળા ખાતે મારી માટી, મારો દેશ અભિયાન અંતર્ગત શિલાફલકમ, વીર વંદના, પંચ પ્રાણપ્રતિજ્ઞા, વસુધા અને રાષ્ટ્ર વંદનના કાર્યક્રમો યોજાયો હતો.
કેશોદ તાલુકાના મઘરવાડા ગામની પ્રાથમિક શાળા ખાતે મારી માટી, મારો દેશ અભિયાન અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દેશની રક્ષા કાજે આર્મીમાં ફરજ બજાવી ચૂકેલા શ્રી ભગવાનજીભાઈ ડાંગર, શ્રી કાનાભાઈ હેરભા, શ્રી કાળુભાઇ હેરભા અને શ્રી નાગદાનભાઈ જલુનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શીલાફલકમ, વીર વંદના, પંચ પ્રાણપ્રતિજ્ઞા, વસુધા અને રાષ્ટ્ર વંદન કાર્યક્રમ યોજાયા હતા અને હાથમાં દિપક પ્રગટાવી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે અથાગ પરિશ્રમ કરીશું, ગુલામીની માનસિકતાના તમામ નિશાનોને નાબૂદ કરીશું, આપણા દેશના ભવ્ય વારસા પર ગર્વ લઈશું અને તેનું જતન કરીશું, આપણા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે કામ કરીશું, રાષ્ટ્ર પ્રત્યેની અમારી અતૂટ ફરજો પુનઃપુષ્ટિ કરી પાલન કરીશુંની પ્રતિજ્ઞા લીધી હતી અને ગામની પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર સહિતના જાહેર સ્થળોએ ૭૫ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભૂતપૂર્વ સરપંચ જેસિંગભાઈ હેરભા, તલાટી કમ મંત્રી શ્રી વી.એલ. જિંદાણી, આંકડા મદદનીશ, શ્રી મહેશભાઈ ગોહેલ, અગ્રણી શ્રી મેઘાભાઈ સિહાર, શ્રી નાગદાન હેરભા, શ્રી માંડણભાઈ હેરભા, સંજયભાઈ હેરભા, વન વિભાગમાંથી ભરડાભાઈ, શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300