પુ.મોરારિબાપુની સંન્નિધિમાં મહુવા ખાતે તુલસી સંગોષ્ઠિનો બીજો દિવસ

પુ.મોરારિબાપુની સંન્નિધિમાં મહુવા ખાતે તુલસી સંગોષ્ઠિનો બીજો દિવસ
Spread the love

અત્રીજી મહારાજે શ્રીરામને સદગુરુ કહ્યાં છે: રાઘવેન્દ્ર દાસજી મહારાજ પુ.મોરારિબાપુની સંન્નિધિમાં મહુવા ખાતે તુલસી સંગોષ્ઠિનો બીજો દિવસ

તલગાજરડા : પ્રતિ વર્ષની માફક શ્રાવણ સુદ સપ્તમીનો દિવસ રામચરિત માનસના રચયિતા સંત પુ. તુલસીદાસજીની જન્મ જયંતી છે. આ દિવસ તુલસી મહોત્સવનું આયોજન પૂ્ મોરારીબાપુની સન્નીધ્ધિમા થાય છે. તારીખ 21 થી 23 દરમ્યાન યોજાયેલી વિવિધ સંગોષ્ઠીમાં કૈલાસ ગુરૂકુળ મહુવા ખાતે આજે બીજા દિવસે સંપન્ન થયો.


પ્રથમ સંગોષ્ઠીમાં સવારના સત્રમાં 10 જેટલાં કથાવક્તાઓએ પોતાની વાણીને પવિત્ર કરી.બધાં વક્તાઓએ સંત તુલસીદાસજીના આ મહાકાવ્યને બિરદાવતા તેમના માટે શબ્દો નથી અને તેના એક એક શબ્દ માટે એક એક ગ્રંથ થઈ શકે તેવો ભાવ વ્યક્ત કર્યો.તેમાં મુખ્યતઃ વક્તાઓ હતાં સુશ્રી દેવિકા દીક્ષિતજી- રંધાવા, સુરેશ મિશ્રથી આજમગઢ, નિખિલદાસજી મહારાજ જમનિયા,પ્રાચી દેવી -ઝાલોન, શ્યામ પ્રકાશ ચતુર્વેદી- બકસર નરહરીદાસજી મહારાજ -અયોધ્યા,રાઘવેન્દ્રજી મહારાજ ચિત્રકૂટ, ઉમાશંકર વ્યાસજી બરેલી, અને મૈથેલી ચરણજી મહારાજ ચિત્રકૂટ. આ બધા જ વક્તાઓએ પોતાના વાંચન અને મનન દરમિયાન સેવેલા વિચારતંતુઓના ઉત્તમ પુષ્પો સૌ સમક્ષ સમર્પિત કર્યા. રાઘવેન્દ્રજી મહારાજે કહ્યું કે ભગવાન રામને અત્રીજી મહારાજે એક સદગુરુના સદગુરુ કહ્યાં છે.
દ્વિતીય સંગોષ્ઠી બપોર પછીની હતી. જેમાં તારીખ 23 ના રોજ તુલસી જયંતિના અવસરે અપાનારા રત્નાવલી, વ્યાસ, વાલ્મિકી અને તુલસી એવોર્ડના વિજેતાઓના પ્રતિભાવોનો સ્વીકાર કરવામાં આવ્યો. જેમાં સુનિતા શાસ્ત્રીજી, યશોમતીજી, ડો. રામ કમલદાસજી વેદાંતી મહારાજ વારાણસી, આચાર્ય મધુરકાંત શાસ્ત્રીજી વૃંદાવન, આચાર્ય ધનંજય વ્યાસજી મુંબઈ, વિજય કૌશલજી મહારાજ વૃંદાવન,સ્વામી ધર્માર્યજી મહારાજ અયોધ્યા, વગેરે વિચારો અભિવ્યક્ત કરીને મોરારીબાપુની આ પ્રવૃત્તિ વિશાળતાને સૌએ એક અવાજે પ્રશંસા પુષ્પોથી ભરી દીધી હતી. અયોધ્યાના શ્રી ધર્માચાર્યજી મહારાજે તલગાજરડાને વ્યાસપીઠોના મુખ્ય મથક તરીકે ગણાવ્યુ હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગાયક,વક્તા શ્રી હરિશ્ચંદ્ર જોશીએ કર્યું હતું. સમગ્ર સંકલન ગુરુકુળ સંચાલકશ્રી જયદેવ માંકડ સંભાળી રહ્યાં છે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!