તમને ખબર છે કે આપણે પ્રગતિ કેમ કરી શકતા નથી?

તમને ખબર છે કે આપણે પ્રગતિ કેમ કરી શકતા નથી?
Spread the love

આપને સાવ ફાલતુ નકામી વસ્તુઓમાં આપનો સમય પસાર કરી દઈએ છીએ.તમે વિચારો ૨૪ કલાકમાંથી કેટલા કલાક તમે ટી.વી.ઇન્ટરનેટ વોટ્સઅપ ફેસબુક ઇન્સટ્રાગ્રામ કે બીજી સાવ ફાલતુ એપ પર જઈ તમારા સમયનો બગાડ કરો છો?
બીજું આપને ટી.વી.પેપરો જોઈ ખરીદી કરવાનું મન થાય છે.આપને કોઈ પણ જાતની જરૂર ના હોય તો પણ આપને એ વસ્તુઓ ખરીદી આપના. ખર્ચા વધારી આપના મહિનાના બજેટને ખોરવી કાઢીએ છીએ.મોલમાં પણ આપને ખાલી ખાલી ડિસ્કાઉન્ટ ઓફરો જોઈ ખરીદીનું ભૂત ચડે છે અને આપને. આપનું મગજ આંખો બંધ કરી ખરીદી કરી લઈએ છીએ જે વસ્તુઓ આપના કામની નથી અરે આપના ઘરમા મુકવાની જગ્યા પણ નથી તે પણ કશું વિચાર્યા વગર ખરીદી લઈએ છીએ.
સાવ નકામા ખર્ચાઓ કરી કરીને આપને આપની પાસેના બધા પૈસા વાપરી નાંખીએ છીએ.પછી બહારથી વ્યાજે પૈસા લઈ વ્યાજના ચક્રવ્યૂહમા ફસાઈ જઈએ છીએ ક્યાં તો બેંકોમાંથી લોન લઈ હપ્તાના ચક્કરમા પડી જઈએ છીએ આમ જબરજસ્તીથી દેવું કરવું પડે એવી ખરીદી શું કામ કરવી જોઈએ?
એક ઘરમાં બે ચાર બાઈક સ્કૂટર લઈ લઈએ છીએ પછી પેટ્રોલ મેન્ટેન્સ પર પૈસા ખરચીયા કરીએ છીએ
આપના બાળકોને મહિને ગુજરાતી માધ્યમની શાળાઓ છોડીને મહિને હજારો ફી વાલી મોંઘી અંગ્રેજી માધ્યમની શાળામા શા માટે દાખલ કરીએ છીએ એ મને સમજાતું નથી આપના સઁતાનો દેખાદેખીમા મોંઘા મોબાઈલ મોંઘી બાઈક માંગે છે તે વખતે આપને ના કેમ પાડતા નથી શા માટે સઁતાનોની આદતો બગાડો છો?
સંતાનો. શાળામાં બરાબર ભણે છે કે નહી તેની કાળજી રાખવાને બદલે નામચીન ટ્યુશન ક્લાસમાં મુકી ખિસ્સા કેમ ખાલી કરીએ છીએ?
પછી આપના ખર્ચાઓ વધતા આપને ભ્રસ્ટાચાર કરતા થઈ જઈએ છીએ કે રિશ્વત લેતા થઈ જઈએ છીએ
આપને ઘરખર્ચામાં પહોંચી ના વળતા આપની પત્નીને પણ કમાવવા બહાર નીકળવું પડે છે
માતાપિતા બન્ને આખો. દિવસ ઘરની કામ અંગે ઘરની બહાર રહેતા સઁતાનોની બરાબર કાળજી દરકાર લેવાતી નથી સંસ્કાર સંસ્કૃતિનું સિંચન થઈ શકતું નથી
આપના રોજિંદા જીવનમાં ટી.વી.વિડિઓ.ટેપ.મોબાઈલ ફિલ્મો મલ્ટીપ્લેક્સ થીએટર એવા વણાઈ ગયા છે કે એના વગર આપને ચાલતું જ નથી
કોને ખબર દેશ વિદેશના સંગીત ગીતોના ઘોંઘાટથી. શા માટે આપને આપના આસપાસના વાતાવરણને શા માટે ભરી દઈએ છીએ હમણાં વળી. ડી.જે.વાલુ જબરું ચાલ્યું છે કાન ફાટી જાય એવા કર્કશ અવાજે કલાકો સુધી ડી.જે વગાડવાથી ભગવાન પ્રસન્ન થવાના નથી કદાચ નારાજ થઈ જશે આપને શાંતિ કેમ ગમતી નથી?
કોમ્યુટર ઇન્ટનેટનું આપને વળગણ થઈ. ગયું છે વોઇસમેલ ઈ મેલ સોશિયલ મીડિયા અને ચેટિંગના આપને આદી બની ગયા છે આપના કિંમતી સમયમાંથી રોજેરોજ કલાકોના કલાકો આપને આમાં વેડફી નાંખીએ છીએ
આપના એક એક ઘરમાં ટી.વી.સિરિયલોની માયાજાળ ફેલાયેલી છે ભ્રમિત કરી નાંખે એવી સિરિયલો આપને જોઈએ છીએ આડાઅવળા સબંધોની વિચિત્ર માયાજાળવાલી ભપકાઓથી ભરપૂર ઝાકમઝોળવાલી સિરિયલોથી. આપનું મન મગજ બન્ને ખરાબ થાય છે આમાંથી આપને શું શીખવાના છે? સંસ્કારી સજ્જન સંબધોનો સાવ છેદ જ ઊડી જાય તેવા સંબધોથી આજે એક એક ઘર પ્રભાવિત છે
ચોવીસ કલાક આડા અવળા કામના નકામા તેમજ ઢંગધડા વગરના સાચા ખોટા સમાચારો જોવાથી શું ફાયદો થાય છે?
આવું બધું જોઈ આપનું મગજ ખરાબ થાય છે પછી ધાર્મિક મંડળો વાડાઓ સંપ્રદાયો તેમજ વિવિધ ધર્મ વચ્ચે કારણ વગર ઝઘડાઓ થાય છે
પોતે જ પોતાનો ધર્મ પંથ કે સંપ્રદાય જ બીજાથી ઊંચો એવા ખોટા મિથ્યા વિચારોથી આપનું મન ખરાબ થઈ. જાય છે
ધર્મ અધ્યાત્મની નિર્મળ શાંતિ નિસ્વાર્થ પ્રેમ કે સમાનતાના ભાવો આપને કેમ ભુલી રહ્યા છે
લોટરી જુગાર મટકા સટ્ટો શેર બજાર વિગેરેમા આપને આપના પૈસા બરબાદ કરી રહ્યા છે એ ક્યારે સમજાશે?
ભગવાન સાચો ધર્મ આધ્યાત્મિકતાની કે આત્મતત્વની ઓળખ આપને ભુલી ગયા છે.
ટુકમાં આપને આપનો સમય સાવ ફાલતુ નકામી ચીજવસ્તુઓ પાછળ વેડફી રહ્યા છે કોઈને કઈ પડી નથી કોણ બચાવશે?
કોણ આપની આંખો. ખોલશે?

આલેખન :અબ્બાસભાઈ કૌકાવાલા.સુરત

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!