હવે ટ્રાન્સજેન્ડર પણ સંસદમાં પ્રવેશવા તૈયાર

હવે ટ્રાન્સજેન્ડર પણ સંસદમાં પ્રવેશવા તૈયાર
Spread the love

પોતાના અધિકારો માટે લડી રહેલા ટ્રાન્સજન્ડર લોકો હવે સંસદમાં સભ્ય બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણી લડવા પચાસ ટ્રાન્સજેન્ડર મેદાનમાં ઉતર્યા છે. ‘પિન્ક લિસ્ટ’દ્વારા તૈયાર કરાયેલી યાદીમાં કેરળના અપક્ષ ઉમેદવાર ચારપી ભવાની અને અસ્વસ્થી રાજપ્પાનો પણ સમાવેશ થાય છે. ચારપી આપની પ્રથમ ટ્રાન્સજેન્ડર ઉમેદવાર છે.જો પચાસમાંથી એક પણ જીતશે તો સંસદમાં પ્રવેશ કરનાર તે પ્રથમ એલજીબીટી હશે. રાજકીય પક્ષોએ તેમના માટે અનેક વચનો આપ્યા હતા. કોંગ્રેસના ઢંઢેરામાં ૨૦૧૮ના ટ્રાન્સજેન્ડર બિલને પરત ખેંચી લેવાનો કોલ આપ્યો હતો. ભાજપે તેમના માટે સ્વ રોજગારનું વચન આપ્યું હતું. સીપીએમ એ સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવા વચન આપ્યું છે. પરંતુ આપ અને તૃણમુલ કોંગ્રેસે આ મુદ્દે કંઇ જ કીધું નથી.

પ્રજ્ઞાા સાધવીની મુશ્કેલીનો અંત નથી

ભાજપની ભોપાલની ઉમેદવાર પ્રજ્ઞાા ઠાકુરની ચારે તરફથી ટીકા થઇ રહી છે. ૨૦૧૬માં મધ્ય પ્રદેશમાં ભાજપની એક માત્ર મુસ્લિમ ઉમેદવાર ફાતિમા રસુલ સિદ્દિકીએ ધમકી આપી હતી કે જો પ્રજ્ઞાા ઠાકુર  હેમંત કરકરે અને મુસ્લિમો વિરૂધ્ધના પોતાના નિવેદન બદલ માફી નહીં માગે તો તે તેના માટે પ્રચાર નહી કરે.’ખૂદ ભાજપમાં પણ અનેક લોકો પ્રજ્ઞાાને ઉમેદવાર બનાવવાની વિરૂધ્ધ હતા, પરંતુ તેમના અવાજને દબાવી દેવામાં આવ્યો હતો.

કોઇ બેઠક કોઇની હમેંશા હોતી નથી

લખનઉથી સપાની ઉમેદવાર અને કોંગ્રેસના પટણા સાહેબના ઉમેદવાર શત્રુઘ્ન સિંહાની પત્ની પુનમ સિંહાએ કહ્યું હતું કે કોઇ પણ બેઠક કોઇ ખાસ પક્ષની હોતી નથી. જ્યારે મેં ઉમેદવારી પત્ર ભર્યો હતો ત્યારે મારા પતિ મારી સાથે ઊભા હતા. મને એમનાથી ખૂબ શક્તિ મળી હતી. હું રાજકારણમાં નવી નથી. છેલ્લા ૩૯ વર્ષથી રાજકારણમાં સક્રિય રહેતા મારા પતિની સાથે જ હોઉં છું. મારો પરિવાર પણ રાજકારણમાં હતો.

Source: Gujarat Samachar

Avatar

Admin

Right Click Disabled!