મંદિરમાં પૂજા દરમિયાન ઘાયલ થયા શશિ થરૂર, માથામાં આવ્યા 8 ટાંકા

કોંગ્રેસ સાંસદ અને તિરુવનંતપુરમથી ઉમેદવાર શશિ થરૂર મંદિરમાં પૂજા દરમિયાન ઘાયલ થઈ ગયા છે. સોમવારે થમ્પ નૂરના ગાંધારી અમ્મન કોવિલમાં સંતુલન બગડ્યા બાદ થરૂરના માથા અને પગમાં ઈજાઓ થઈ. તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. પ્રાથમિક તપાસ બાદ, તેમને તિરુવનંતપુરમની સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા, જ્યાં તેમના માથામાં આંઠ ટાંકા લેવા પડ્યા.
સ્થાનિક અખબાર માતૃભૂમિના અહેવાલ મુજબ થરૂરના માથા પર લોખંડનો એક સળિયો પડી ગયો, જેને કારણે તેમને ઈજા થઈ છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે થરૂરના માથે 8 ટાંકા લેવા પડ્યા છે. હોસ્પિટલના અધિકારીઓ આપેલી જાણકારી મુજબ તેમની હાલત સ્થિર છે અને તેઓ ખતરાની બહાર છે. રિપોર્ટ અનુસાર ટૂંક સમયમાં થરૂરની કેટલાક અન્ય ટેસ્ટ કરવામાં આવશે.
આ પહેલા જ્યારે તેઓ કઝક્કોટ્ટમ વિસ્તારમાં પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરવા 11 એપ્રિલે ગયા હતા તો ત્યાં પણ તેઓએ ‘તુલાભરમ’ કર્યું હતું. તે આ મંદિરનો એક મોટો કાર્યક્રમ હોય છે અને તેના વિશે તેમણે ટ્વિટર ઉપર પણ જાણકારી આપી હતી. તેઓએ ટ્વિટર પર લખ્યું હતું કે, મેં કાલે કઝક્કોટ્ટમથી પોતાના પર્યદનમની શરૂઆત એક વિશિષ્ટ રીતે કેળાના તુલાભરમથી કરી. હું મંદિરમાં તો એવો દાવો કરી શકું એમ છું કે હું એક ‘ભારે નેતા’ છું.
Source: News 18