સેના પ્રમુખનો દાવો – સીરિયલ બ્લાસ્ટ કરનાર આતંકી ટ્રેનિંગ માટે કાશ્મીર ગયા હતા

સેના પ્રમુખનો દાવો – સીરિયલ બ્લાસ્ટ કરનાર આતંકી ટ્રેનિંગ માટે કાશ્મીર ગયા હતા
Spread the love

કોલંબોઃ શ્રીલંકાના સેના પ્રમુખે કહ્યું કે, દેશમાં સીરિયલ બ્લાસ્ટ કરનારા આતંકીઓએ ટ્રેનિંગ માટે ભારતના કાશ્મીરની મુલાકાત લીધી હતી. લેફ્ટિનન્ટ જનરલ મહેશ સેનાનાયકે પ્રથમ અધિકારી છે જેઓએ હુમલા પહેલાંની આતંકી ગતિવિધિઓ પર નિવેદન આપ્યું છે. સેનાનાયકે કહ્યું કે, ઇન્ટેલિજન્સ માહિતી અનુસાર, આતંકી કાશ્મીર ઉપરાંત બેંગ્લોર અને કેરળના કેટલાંક હિસ્સામાં પણ ગયા હતા.

બીજા જૂથો સાથે સંપર્ક કરવા આતંકી બેંગ્લોર અને કેરળ પણ ગયા હતા

8 સીરિયલ બ્લાસ્ટમાં 253 લોકોનાં મોત
1.સેનાનાયકે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, મને જાણકારી નથી કે, આતંકીઓનો ભારત આવ્યા બાદ મુખ્ય હેતુ શું હતો. પરંતુ એટલું નક્કી છે કે, તેઓ કેવા પ્રકારની ટ્રેનિંગ અથવા બીજાં આતંકી સંગઠનો સાથે સંપર્ક કરવા ઇચ્છતા હતા. તેઓએ એમ પણ કહ્યું કે, હુમલાને અંજામ આપવાની રીતથી લાગી રહ્યું છે કે, આતંકીઓએ તેનું કાવતરું સ્થાનિક નહીં પરંતુ બહારના લોકોની મદદથી ઘડ્યું છે. 21 એપ્રિલના રોજ શ્રીલંકામાં થયેલા 8 સીરિયલ બ્લાસ્ટમાં 253 લોકોનાં મોત થયા હતા. જેમાં 11 ભારતીયો સહિત 39 વિદેશી નાગરિકો પણ સામેલ હતા.

ભારત તરફથી માહિતી છતાં ચૂક
2.ભારત તરફથી ઇન્ટેલિજન્સ રિપોર્ટ મળ્યાના સવાલ પર આર્મી ચીફે કહ્યું કે, અમને ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યા હતા. અમારી મિલિટરી ઇન્ટેલિજન્સની જાણકારી અન્ય દિશામાં હતી. જાણકારી એકઠી કરવામાં, સમજવામાં જે પરેશાની હતી તેના પરિણામ બધાની સામે છે. જો કે, આ ચૂક માટે તેઓએ કોઇને પણ જવાબદાર ઠેરવવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.

આતંકીઓના ઠેકાણાંઓથી પોલીસને ઝંડા અને ડ્રોન મળ્યા
3.બટ્ટીકલોઆમાં જ એક ઠેકાણાં પર દરોડા દરમિયાન પોલીસને ઇસ્લામિક સ્ટેટના ઝંડા, મિલિટરી પહેરવેશ, સ્યુસાઇડ જેકેટ, 150 જિલેટિન, હજારો સ્ટીલ પેલેટ્સ અને ડ્રોન કેમેરા મળી આવ્યા. સિક્યોરિટી કાઉન્સિલની બેઠકમાં અધિકારીઓએ નિર્ણય લીધો હતો કે, આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી જોખમ સંપુર્ણ રીતે ટળી નથી જતું.

આતંકીઓની શોધમાં 10 હજારથી વધુ સૈનિક
4.શ્રીલંકામાં સીરિયલ બ્લાસ્ટ બાદથી જ અંદાજિત 10 હજાર સૈનિક આંતકી ઠેકાણાઓ પર દરોડામાં જોડાયેલા છે. અત્યાર સુધી અંદાજિત 100 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પાકિસ્તાની નાગરિકોનું એક જૂથ પણ સામેલ છે. પ્રેસિડન્ટ મૈત્રીપાલા સિરિસેનાએ શુક્રવારે કહ્યું હતું કે, ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા 140 સંદિગ્ધોની શોધ થઇ રહી છે.

Source: Divya Bhaskar

Admin

Admin

9909969099
Right Click Disabled!