રાફેલ ડીલ પર કેન્દ્ર સરકારે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું, કહ્યું- ગોપનીય દસ્તાવેજો જાહેર કરવાથી દેશને જોખમ

નવી દિલ્હીઃ રાફેલ ડીલને લઈને દાખલ રિવ્યુ અરજીઓ પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગાદનામું દાખલ કર્યું છે. સોગંદનામામાં કેન્દ્ર સરકારે કહ્યું કે સુરક્ષા સંબધી ગોપનીય દસ્તાવેજોના સાર્વજનિક ખુલાસાથી દેશના અસ્તિત્વ પર જોખમ છે. સુપ્રીમ કોર્ટે રાફેલ સોદાના ગોપનીય દસ્તાવેજોના પરીક્ષણના નિર્ણયથી મિલિટ્રીની ગોઠવણી, પરમાણુ પ્રતિષ્ઠાનો, આતંકવાદ હટાવવાના ઉપાયો વગેરે સબંધિત ગુપ્ત સુચનાઓનો ખુલાસો થવાની શકયતાઓ વધી ગઈ છે. સોગાદનામમાં સરકારે કહ્યું કે રાફેલની રિવ્યુ અરજીઓથી સોદાની તપાસની કોશિશ કરવામાં આવી. મિડિયામાં છપાયેલા ત્રણ આર્ટિકલ લોકોના વિચાર છે, સરકારનો અંતિમ નિર્ણય નથી. આ ત્રણે આર્ટિકલ સરકારના અધિકૃત વલણને દર્શાવતા નથી.
ધ હિંદૂમાં છપાયેલા ડિફેન્સ મિનિસ્ટ્રીના ગોપનીય દસ્તાવેજો પર વિશ્વાસ કરીને તેના આધારે સુનાવણી થશે
1.
કેન્દ્રએ કહ્યું કે આ માત્ર અધિકારીઓના વિચાર છે, જે આધાર પર સરકાર કોઈ નિર્ણય લઈ શકે. સીલબંધ નોટમાં સરકાર કોઈ ખોટી માહિતી સુપ્રીમ કોર્ટને ન આપે. CAGએ રાફેલના મુલ્ય સબંધી માહિતીઓની તપાસ કરી છે અને કહ્યું છે કે તે 2.86 ટકા ઓછા છે. કેન્દ્ર સરકારે કહ્યું કે કોર્ટ જે પણ માંગશે સરકાર રાફેલ સબંધી દસ્તાવેજ પ્રસ્તૂત કરવા માટે તૈયાર છે. રાફેલ પર રિવ્યુ અરજીઓમાં કોઈ આધાર નથી, આ કારણે તમામ અરજીઓ ફગાવવામાં આવી જોઈએ. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરે તેના નિર્ણયમાં કહ્યું હતું કે વર્તમાન જેવા મામલાઓમાં મૂલ્ય નિર્ધારણ વિવરણની સરખામણી કરવી આ કોર્ટનું કામ નથી. કોર્ટ હવે આ મામલાની 6મે સુનાવણી કરશે.
2.
અગાઉ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે ધ હિંદૂમાં છપાયેલા ડિફેન્સ મિનિસ્ટ્રીના ગોપનીય દસ્તાવેજો પર વિશ્વાસ કરીને તેના આધાર પર સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે અરજીઓ યશવંત સિન્હા, અરૂણ શૌરી અને પ્રશાંત ભૂષણ સિવાય મનોહર લાલ શર્મા, વિનીત ઢાંડા અને આપ સાસંદ સંજય સિંહએ દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ રંજન ગોગાઈ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કોઅમ જોસેફની બેન્ચે કેન્દ્રની પારંભિક મુશ્કેલીઓને ફગાવી દીધી હતી કે આ દસ્તાવેજ વિશેષ અધિકાર પ્રાપ્ત છે અને કોર્ટ તેને જોઈ શકતી નથી.
Source: Divya Bhaskar