જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીએ કૃષિ શિક્ષણ અને સંશોધનમાં ભાગીદારી માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીએ કૃષિ શિક્ષણ અને સંશોધનમાં ભાગીદારી માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા
જૂનાગઢ : જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીએ આઈ.સી.એ.આર. પુરસ્કૃત રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચ શિક્ષણ કાર્યક્રમ-આઈ.ડી.પી. યોજના હેઠળ વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી, સિડની, ઓસ્ટ્રેલિયા સાથે તા.૧૮-૦૯-૨૦૨૩ ના રોજ ન્યુ દિલ્હી ખાતે એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારનો હેતુ કૃષિ ક્ષેત્રે શૈક્ષણિક અને સંશોધન પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો છે અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સ્નાતક, અનુસ્નાતક અને પીએચડી વિદ્યાર્થીઓ માટે ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ શરૂ કરવાનો છે.
દુનિયાની અલગ અલગ બાજુઓ પરની બે પ્રતિષ્ઠિત સંસ્થાઓની આ સીમાચિહ્નરૂપ ભાગીદારી વિવિધ કૌશલ્યો અને પરિપ્રેક્ષ્યોથી સજ્જ નવી પેઢીને વિકસિત કરશે તથા આ સંયુક્ત પહેલ દ્વારા વિદ્યાર્થીઓને એક વ્યાપક અને સર્વગ્રાહી શૈક્ષણિક અનુભવનો લાભ મળશે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટીયાએ સહયોગી પ્રયાસ માટે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આ એમઓયુ કૃષિ શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રે એક નોંધપાત્ર છલાંગ છે અને જેના કારણે અમારા વિદ્યાર્થીઓ માટે વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી જેવી જાણીતી સંસ્થામાંથી આંતરરાષ્ટ્રીય સંપર્ક અને જ્ઞાન મેળવવા માટેની તક પૂરી પાડશે તથા ડ્યુઅલ ડિગ્રીનો ફાયદો થશે”.
આ ભાગીદારી એ શૈક્ષણિક લાભો ઉપરાંત, કૃષિ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોને મજબૂત કરીને આંતરરાષ્ટ્રીય સહકાર અને પરસ્પર સમજણની ભાવનાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે. આ સમારોહમાં વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. બારને ગ્લોવર અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટીયા ઉપરાંત કુલસચિવશ્રી ડૉ. પી.એમ. ચૌહાણ અને નિયામક (આઈ.ટી.) ડૉ. કે.સી. પટેલ એ હાજરી આપી હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300