વંથલી તાલુકા પાટીદાર સમાજ દ્વારા નવનિયુક્ત હોદેદારોનો સન્માન સમારોહ યોજાયો…

વંથલી તાલુકા પાટીદાર સમાજ દ્વારા નવનિયુક્ત હોદેદારોનો સન્માન સમારોહ યોજાયો…
તાજેતરમાં રાજકીય તેમજ સહકારી ક્ષેત્રે પાટીદાર સમાજના આગેવાનોની વિવિધ જગ્યાએ હોદેદારોની નિમણુંક કરવામાં આવતા સમસ્ત વંથલી સમાજ દ્વારા થાણાપીપળી પટેલ સમાજ ખાતે તેઓનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ સમારોહમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા,વંથલી તાલુકા પંચાયતના પ્રમુખ હર્ષાબેન કોટડીયા, વંથલી માર્કેટિંગ યાર્ડ ના પ્રમુખ અને જિલ્લા સંઘના ચેરમેન ભાવેશભાઈ મેંદપરા, વંથલી માર્કેટીંગયાર્ડ ના ડિરેક્ટર અને તાલુકા ખરીદ વેચાણ સંઘના વાઇસ ચેરમેન દિનેશભાઈ સુવાગિયા નું ફૂલહાર તેમજ શાલ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે નવનિયુક્ત હોદેદારોએ ખુલ્લી જીપમાં ગામમાં ફરી લોકોનો આભાર માન્યો હતો ગ્રામજનો દ્વારા આ આગેવાનોનું ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ સમારોહને સફળ બનાવવા મનોજભાઈ ઠુંમર ,દિનેશભાઈ સુવાગીયા તેમજ અન્ય આગેવાનોએ જહેમત ઉઠાવી હતી
રિપોર્ટ : રહીમ કારવાત વંથલી
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300