પરમાત્મા જ તમામ શક્તિઓના મૂળ છે.

પરમાત્મા જ તમામ શક્તિઓના મૂળ છે.
કેનોઉપનિષદમાં એક વાર્તા આવે છે કે એકવાર ભગવાને દેવતાઓને અસુરો ઉપર વિજ્ય પ્રાપ્ત કરાવ્યો પરંતુ વિજ્ય મળતાં દેવતાઓને પોતાની શક્તિનું અભિમાન થયું.તેઓ પોતાની શક્તિથી જ અસુરો ઉપર વિજ્ય મેળવ્યો છે એવું સમજવા લાગ્યા.દેવતાઓના આ અભિમાનને નષ્ટ કરવા માટે ભગવાન યક્ષનું રૂપ લઇને તેમની સામે પ્રગટ થયા.યક્ષને જોઇને દેવતાઓ આશ્ચર્યચક્તિ થઇને વિચારવા લાગ્યા કે આ યક્ષ કોન છે? તેમનો પરીચય મેળવવા માટે દેવતાઓએ અગ્નિદેવને તેમની પાસે મોકલ્યા.યક્ષના પુછવાથી અગ્નિદેવે કહ્યું કે હું જાતવેદા નામથી પ્રસિદ્ધ અગ્નિદેવતા છું અને હું ધારૂં તો પૃથ્વીમાં જે કાંઇ છે તે તમામને બાળીને ભસ્મ કરી શકું છું.ત્યારે યક્ષે તેમની સામે એક ઘાસનું તણખલું મુક્યું અને કહ્યું કે તમે આ તણખલાને બાળી નાખો.અગ્નિદેવ તેમની પુરી શક્તિ લગાવીને પણ તે તણખલાને બાળી શક્યા નહી.અગ્નિદેવ લજ્જિત થઇને દેવતાઓ પાસે ચાલ્યા આવ્યા અને કહ્યું કે તે યક્ષ કોન છે તે હું જાણી શક્તો નથી.ત્યારે દેવતાઓએ વાયુદેવને યક્ષ પાસે મોકલ્યા.યક્ષના પુછવાથી વાયુદેવે કહ્યું કે હું માતરિશ્વા નામથી પ્રસિદ્ધ વાયુદેવતા છું અને હું ધારૂં તો પૃથ્વીમાં જે કાંઇ છે તેને ઉડાડી શકું છું. ત્યારે યક્ષે તેમની સામે પણ એક તણખલું મુકીને કહ્યું કે તમે આ તણખલાને ઉડાડી દો.વાયુદેવ પોતાની તમામ શક્તિ લગાવીને પણ તે તણખલાને ઉડાડી ના શક્યા.તેઓ પણ લજ્જિત થઇને દેવતાઓ પાસે ચાલ્યા આવ્યા અને કહ્યું કે હું તે યક્ષને જાણી શક્યો નથી.ત્યારે દેવતાઓએ ઇન્દ્રને તે યક્ષનો પરીચય જાણવા માટે મોકલલ્યા પરંતુ ઇન્દ્રના ત્યાં પહોંચતાં જ યક્ષ અંતર્ધાન થઇ ગયા અને તેમની જગ્યાએ હિમાચાલ પૂત્રી ઉમાદેવી પ્રગટ થયાં અને કહ્યું કે સ્વંય ભગવાન જ તમારા લોકોનું અભિમાન નષ્ટ કરવા માટે યક્ષના રૂપમાં પ્રગટ થયા હતા.કહેવાનો ભાવ એ છે કે પરમાત્માની સાચી માહિતી કોન પુરી પડે? બ્રહ્મવિદ્યા. ભગવતી ઉમાદેવીની જેમ સાધકના જીવનમાં બ્રહ્મવિદ્યાનો પ્રકાશ પ્રગટે છે ત્યારે તમામ શંકાઓ અને ભ્રાન્તિઓ દૂર થાય છે અને સમજ નિર્માણ થાય છે કે સૃષ્ટિમાં જે કાંઇ બળવત્તા વિશેષતા વિલક્ષણતા જોવામાં આવે છે તે બધી ભગવાનમાંથી જ આવેલી છે.
આલેખનઃ વિનોદભાઇ માછી નિરંકારી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300