રાણાવાવ : ઠોયાણા ગામે આવેલ નકલંક ધામ ખાતે 52 ગજ નેજા ઉત્સવની ઉમંગભેર ઉજવણી

રાણાવાવના નજીકના ઠોયાણા ગામે આવેલ નકલંક ધામ ખાતે 52 ગજ નેજા ઉત્સવની ઉમંગભેર ઉજવણી
આપ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીની ખાસ ઉપસ્થિતિ.
ગોસા(ઘેડ) પોરબંદર : અઢારે આલમ મા પૂજનીય નંકલંક નેજા ધારી રામદેવ પીર ના નેજા ઉત્સવ પ્રસંગે રાણાવાવ તાલૂકા ના ઠોયાણા ગામના નકલંક ધામ તેમજ સમસ્ત ઠોયાણા ગામ જનો ઉમળકા ભર્યા સહકાર થી રામાપીર ના નેજા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. ઠોયાણા ગામની બજારો અને ગલીઓ માં નેજાના સામૈયા કરવામાં આવ્યા .લોકો રામદેવપીર માં લીન બની બાપાનો નેજો જ્યાંથી પસાર થવાનો છે તે બધી ગલીઓ અને આખું ગામ તોરણ અને તાલાથી સુશોભિત કરવામાં આવ્યું હતું . રામદેવપીરબાપા ધ્વજ પતાકા આખા ગામમાં લગાવવામાં આવી હતી લોકો જે ઉત્સવની આતુરતાથી રાહ જોતા હતા તે ઘડી એટલે ભાદરવા સુદ નોમ અને રવિવાર તા. ૨૪/૦૯/૨૦૨૩ના રોજ ઉમળકા ભેર ઊજવવા મા આવ્યો હતો. આ પ્રસંગે આપ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી, મહેરશક્તિ સેના ના પ્રમુખ કરશનભાઇ ઓડેદરા મહેર સમાજના અગ્રણી તેમજ ધાર્મિક અને સેવાભાવવાળું જેનું વ્યક્તિવ છે એવા ભાણવડ ના મહેર અગ્રણી મેરામણ આતા, પોરબંદર મનન હોસ્પિટલના ર્ડો પારસભાઈ મજેઠીયા, રબારી સમાજના પ્રમુખ ભુવાઆતા ભીમાભાઇ મકવાણા વગેરે પીર ના નેજા મહોત્સવ મા સહભાગી બન્યા હતા . અને તેઓના વરદ હસ્તે નેજો ચઢાવવામાં આવ્યો હતો ઠોયાણા ગામે નકલંક ધામ તથા સમસ્ત ગામજનો ના સહકાર થી નંકલંક નેજા ધારી રામદેવ પીર ના નેજા ના સામયા અને શોભાયાત્રા ઠોયાણા થી બે કિલોમીટર દૂર આવેલ ટીબા મા આવડ માતા ના આશ્રમ થી ડીજે ના તાલે સવાર ના સાત વાગ્યા થી નેજા ના સામયા બળદ ગાડા અને ઘોડા સાથે ખુબજ મોટી સંખ્યામાં કાઢવામાં આવ્યા હતા . જેમા ઠોયાણા ગામના સર્વે ધરમ પ્રેમી જનતા તથા મહેમાનો આસ્થાભેર જોડાયા હતા તેમજ સામયા મા ગૂગળના ધુપના ધુંવાડે રામદેવ પીર ના નારા અને ભજન કીર્તન સાથે શોભાયાત્રામાં યુવા ભાઈ બહેનો ડીજે ના તાલે રાસ ગરબા ની રમઝટ બોલાવતા બોલાવતા આખા ગામમાં ફર્યા હતા જેમાં ઠોયાણાના સેવભાવી અને છેલ્લા ૧૪ વર્ષથી ૯ દિવસની અખંડ રામધૂનનું આયોજન કરનાર પરબતભાઇ અને ભાવેશભાઈ ઓડેદરા અને તેઓની સમગ્ર ટીમ દ્વારા સામૈયા ની સાથે દરેક લોકો ને લીંબુનું સરબત પીવડાવી સેવાનો લાભ લઈ પુણ્યનું ભાથું બાંધ્યું હતું. ડાલીબાઈ ના પરિવાર દ્વારા નેજાને વધાવવામાં આવ્યો હતો ત્યારબાદ . ઠોયાણા નંકલંક ધામ પહોંચ્યા હતા . ઈશુદાનભાઈ ગઢવી, કરસનભાઈ ઓડેદરા, મેરામણ આતા તથા મહાનુભાવો ના વરદ હસ્તે રામદેવ પીર ના જયજય કાર બોલાવી નેજા સઢાવવામાં આવ્યો હતો . ત્યાર બાદ સ્વાગત તથા પ્રવચન અને ભોજન પ્રસાદ નો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો .
સાંજના સૌરાષ્ટમાં પ્રખ્યાત એવા કલાકારો જીતભાઈ કેશવાલા , હિતેશ ઓડેદરા, , વીજયભાઈ ઓડેદરા, તેમજ મહેર સમાજના ઍક માત્ર લોક સાહિત્યકાર એવા રાજવીરજી ઓડેદરા એ , પોતાની કલા બાપાને શરણે ધરી અને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.જીતભાઈ કેશવાલાએ બાપા રામદેવપીરની ધૂન બોલાવી લોકોને બાપામાં લીન કરી દીધા હતા.લોકો પણ જગ્યાએ ઉભા થઇ તાળીઓ પાડી બાપાની ધૂન લીન બની ગયા હતા. તે પ્રસંગે અનેરું દ્રશ્ય ખડું થઇ ગયું હતું સાંજના સમયે પણ ખુબજ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો . રામદેવપીર બાપાની (દેગ દર્શન)રાખવામા આવ્યા હતા .
આ રામદેવપીર બાપાના નેજા મહોત્સવમાં સૌ કોઈ સહભાગી બની નકલંક ધામ ઠોયાણામાંમાં બધાએ ધન્યતા અનુભવી હતી.
રિપોર્ટ :-વિરમભાઈ કે.આઞઠ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300