મુખ્યમંત્રીશ્રી એ ગિરનાર ઉપર મા અંબાજીના દર્શન કરી રાજ્યના વિકાસ અને જનસુખાકારી માટે વિશેષ પ્રાર્થના કરી

મુખ્યમંત્રીશ્રી એ ગિરનાર ઉપર મા અંબાજીના દર્શન કરી રાજ્યના વિકાસ અને જનસુખાકારી માટે વિશેષ પ્રાર્થના કરી
Spread the love

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગિરનાર ઉપર મા અંબાજીના દર્શન કરી રાજ્યના વિકાસ અને જનસુખાકારી માટે વિશેષ પ્રાર્થના કરી

મુખ્યમંત્રીશ્રીએ માતાજીનું શોડષોપચાર પૂજન કર્યું: મહંતશ્રીએ માતાજીની પ્રસાદીરૂપ ચુંદડી ઓઢાડી મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું

જુનાગઢ – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આજે વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત માટે જુનાગઢ પધાર્યા છે ત્યારે તેઓએ ગિરનાર પર અંબાજી માતાજીના દર્શન કર્યા હતા અને રાજ્યના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે મા અંબાજીના ચરણોમાં વિશેષ પ્રાર્થના કરી હતી.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ભવનાથ ખાતેથી રોપ વેમાં બેસીને ગિરનાર અંબાજી શિખર પહોંચ્યા હતા. મુખ્યમંત્રીશ્રી અંબાજી મંદિરમાં પધાર્યા બાદ, મંદિરમાં સૌથી પહેલા અંબે માતાજીનું શોડષોપચારથી વિધિવત પૂજન, અર્ચન અને આરતી કર્યા હતા. ત્યારબાદ માતાજીના નિજ મંદિરમાં શીશ ઝુકાવીને રાજ્યના વિકાસ અને જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

આ તકે અંબાજી મંદિરના મહંતશ્રી તનસુખગીરીબાપુએ મુખ્યમંત્રીશ્રીનું માતાજીની પ્રસાદીરૂપ ચુંદડી ઓઢાડી અભિવાદન કરીને ગિરનારની પ્રતીકાત્મક તસવીર અર્પણ કરી હતી. ગિરનાર પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે ગુજરાત સરકારે ૧૧૪ રૂપિયા ફાળવ્યા છે ત્યારે, મહંતશ્રીએ મુખ્યમંત્રીશ્રીનો આભાર પ્રકટ કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ગિરનારના વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવીને ખૂબ સારું કામ કર્યું છે. તેનાથી જુનાગઢ અને ગિરનારના પ્રવાસનને ખૂબ વેગ મળશે. આ તકે મહંતશ્રી શેરનાથ બાપુ પણ સાથે રહ્યા હતા.

મા અંબાના દર્શન બાદ મુખ્યમંત્રીશ્રીએ વ્યૂ પોઈન્ટ પરથી ગિરનારના વિવિધ શિખરોનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે જિલ્લા કલેકટરશ્રી અનિલ રાણાવસિયાએ ગિરનાર પ્રવાસન ક્ષેત્રના વિકાસની સંભાવનાઓ અંગે મુખ્યમંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા.

આ તકે રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા, જુનાગઢના મેયર સુશ્રી ગીતાબહેન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીશ્રી ચેરમેન હરેશભાઈ પરસાણા, ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડિયા, ડેપ્યુટી મેયરશ્રી ગીરીશભાઈ કોટેચા, અગ્રણીશ્રી કિરીટ પટેલ, અગ્રણીશ્રી પુનિત શર્મા, રેન્જ આઇજીશ્રી નિલેશ જાજડિયા, જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા, મહાનગર પાલિકાના વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ વગેરે સાથે જોડાયા હતા.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!