જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ સાબરકાંઠા કાર્યક્રમ અન્વયે બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ સાબરકાંઠા કાર્યક્રમ અન્વયે બેઠક યોજાઈ
Spread the love

વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ સાબરકાંઠા

જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ સાબરકાંઠા કાર્યક્રમ અન્વયે બેઠક યોજાઈ

સાબરકાંઠા માં ત્રીજી ઓક્ટોબરે વાઈબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ સાબરકાંઠા કાર્યક્રમ અંતર્ગત સેમિનાર, પ્રદર્શન સહિતના કાર્યક્રમ યોજાશે


રાજ્યમાં વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે આગામી વર્ષે યોજાનાર સમારોહમાં જિલ્લા કક્ષાએથી ઉદ્યોગકારો, વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ થાય તેવા ઉદ્દેશથી જિલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ સમારોહના ઉપલક્ષમાં એક દિવસીય કાર્યક્રમ યોજાશે. સાબરકાંઠા જિલ્લાનો કાર્યક્રમ આગામી ૦૩ ઓક્ટોબર, ૨૦૨૩ મંગળવારના રોજ જીઆઇડીસી હિંમતનગર ખાતે યોજાશે.


આ કાર્યક્રમના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટર નૈમેશ દવે ના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
ગુજરાત રાજ્યના વેપાર-ધંધા ઉદ્યોગોના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા યોજાતી વાઇબ્રન્ટ સમિટ આગામી સમયમાં ગાંધીનગર ખાતે યોજાશે જેના ઉપલક્ષમાં જિલ્લાકક્ષાએ વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ સાબરકાંઠા તા.3,4 ઓક્ટોબર 2023 બે દિવસીય -પ્રદર્શન, સેમિનાર યોજાશે. જેમાં ઉદ્યોગ અને રોજગાર સહિતના વિવિધ ક્ષેત્રોના તજજ્ઞો દ્વારા વિચાર વિમર્શ કરવામાં આવશે.
ગ્રોમર કોલેજ હિંમતનગર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા સ્ટાર્ટ અપ પ્રદર્શન યોજાશે.

આ બેઠકમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર, નીનામાએ જણાવ્યું હતુ કે, આ કાર્યક્રમ દ્વારા ઉદ્યોગ તથા રોજગારને લગતી કલ્યાણકારી યોજનાની જાણકારી સરળતાથી મળી રહે તે માટે ઉદ્યોગ કેન્દ્ર, ઔદ્યોગિક સહકારી મંડળી, આત્મા કચેરી, ખેતીવાડી –બાગાયત વિભાગ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર લીડ બેંક (સરકારી-ખાનગી), સખી મંડળો દ્વારા સ્ટોલ ઉભા કરવામાં આવશે.
જિલ્લાના નાગરિકોને રોજગાર અને ઉદ્યોગક્ષેત્રે લાભ થાય તેમજ જિલ્લાના મોટા ઉદ્યોગ સાથે B2B અને B2 C કાર્યક્રમ યોજાશે. ઉદ્યોગ જગતના નિષ્ણાતો અને સ્થાનિક ઉદ્યોગકારો દ્વારા વિવિધ વિષયો પર એક દિવસીય સેમિનાર પણ યોજાશે.
બેઠકમાં સમગ્ર કાર્યક્રમના આયોજન અને સ્ટોલ સહિતના આયોજન અંગે સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત ઉદ્યોગો અને વેપાર જગતના પ્રતિનિધિઓ વધુમાં વધુ જોડાય તે મુજબનું આયોજન કરવાની પણ સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર બ્રહ્મભટ્ટ ગ્રામ વિકાસ નિયામક પાટીદાર સહિતના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ, ઔદ્યોગિક એસોસિએશનના પ્રમુખ-પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!