મુખ્યમંત્રી શ્રી નું હેલિપેડ ખાતે આગમન થતા પદાધિકારી- અધિકારીઓ દ્વારા ભાવભેર સ્વાગત કરાયું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હેલિપેડ ખાતે આગમન થતા પદાધિકારી- અધિકારીઓ દ્વારા ભાવભેર સ્વાગત કરાયું
મુખ્યમંત્રીશ્રીને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકારતા મહાનુભાવો
જૂનાગઢ જિલ્લાના પ્રભારી અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનું પણ કરાયું સ્વાગત
મુખ્યમંત્રીશ્રીના હસ્તે રિસ્ટોરેશન પામેલ ઉપરકોટના કિલ્લાને ખુલ્લો મુકવાની સાથે વિવિધ વિકાસકલ્પોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરાશે
જૂનાગઢ : પુનઃ સ્થાપન પામેલ ઉપરકોટના કિલ્લાને ખુલ્લો મુકવા અને જૂનાગઢ શહેર-જિલ્લાના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત માટે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જૂનાગઢના બીલખા રોડ ખાતેના પોલીસ તાલીમ મહાવિદ્યાલયના હેલીપેડ ખાતે આગમન થતા પદાધિકારી-અધિકારીઓએ પુષ્પગુચ્છ આપી ભાવભર સ્વાગત કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીની સાથે પધારેલા જૂનાગઢ જિલ્લાના પ્રભારી અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનું પણ સ્વાગત કરાયું હતું.
મુખ્યમંત્રીશ્રીના સ્વાગતમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા, શહેર પ્રભારી નિમુબેન બાંભણિયા, જિલ્લા સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલ, કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજેશ તન્ના, જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ જાજડિયા, જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા, મહામંત્રી શ્રી મનનભાઈ અભાણી, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા સહિતના મહાનુભાવો જોડાયા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300