ભરૂચ : પ્રકૃતિ પ્રેમી નિવાસીઓ દ્વારા માટીની ગણેશ ની મૂર્તિ નું સ્થાપન કરાયું

વૈભવ બંગ્લોઝ, ભરૂચ ના પ્રકૃતિ પ્રેમી નિવાસીઓ દ્વારા માટીની ગણેશ ની મૂર્તિ નું સ્થાપન કરાયું
આજના સમયમાં પીઓપી ની મૂર્તિ નું ચલણ વધી રહ્યું છે ત્યારે પર્યાવરણ ને થતુ નુકસાન અટકાવવા આ વર્ષે વૈભવ બંગ્લોઝ, ભરૂચ ના મંડળ ની બહેનો અને ભાઈઓ દ્વારા ૨૧ ઈંચ ની ગણેશજીની માટીની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી છે સાથે ગણેશ પંડાલનો શણગાર અને સજાવટ વૈભવ બંગ્લોઝના બાળકો અને યુવાનોએ સાથે મળીને પ્રાકૃતિક ચીજવસ્તુઓથી કરેલ છે. બહેનો દ્વારા ભગવાનના છપ્પન ભોગ અને મહા આરતીનું આયોજન કરી સર્વ જગત નું કલ્યાણ થાય લોકો ના દુઃખ દૂર થાય. જગતમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધે તેવી કામના કરવામાં આવી. આ પ્રસંગે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ ના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ અને હેમાબેન પટેલ હાજર રહ્યા હતા અને માટી ના ગણપતિ નું સ્થાપન અને પ્રાકૃતિક વિસર્જન વિશેનું મહત્વ સમજાવ્યું હતુ.
ભરૂચ ના પ્રકૃતિ પ્રેમી વૈભવ બંગ્લોઝ ના નિવાસીઓએ સંકલ્પ કર્યો છે કે તેઓ પર્યાવરણ ને થતું નુકસાન અટકાવવા દર વર્ષે માટીના ગણેશ ની મૂર્તિ નું સ્થાપન કરશે અને તેનું પ્રાકૃતિક રીતે સોસાયટીમાં જ વિર્સજન કરશે. ફુલ અને પૂજાપા ના નિર્માલ્ય નું ખાતર બનાવવા માટે ઉપયોગ કરવામાં આવશે જેથી પવિત્રતા જળવાય અને તેનો યોગ્ય નિકાલ થાય. નદી, તળાવના પાણી માં થતા પ્રદુષણને અટકાવવા માટે અને ધાર્મિક આસ્થા જળવાઈ રહે તે રીતે ગણપતિ નું સ્થાપન અને વિસર્જન કરવામાં આવશે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300