ચાસવડ ડેરીની વાષિઁક સાધારણ સભામાં ભ્રષ્ટાચાર મુદ્દે સભાસદોનો ભારે હોબાળો

- ૧૪ પ્રશ્નોના સંતોષકારક જવાબ નહીં મળતા મામલો ગરમાયો
- સંતોષજનક જવાબ નહીં મળે તો ઉપવાસ ઉપર ઉતરવાની ચિમકી
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ-વાલીયા અને ઝઘડીયા તાલુકામા ૪૦ ગામોમાં કાયઁક્ષેત્ર ધરાવતી અને આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન ચાસવડ ડેરીની ૬૨ વાષિઁક સાધારણ સભા યોજાઈ હતી.વાષિઁક સાધારણ સભામાં હંગામો થવાની શક્યતાઓ જણાતા વ્યવસ્થાપક સમિતિના સભ્યોમાં ભારે ચહલપહલ જોવા મળી હતી. જેમાં કોયલીમાંડવી ગામના સભાસદ રાયસીંગભાઇ વસાવાએ વેપાર ખાતુ બે વષઁ કરતા બે ઘણું દશૉવવામાં આવ્યું,પશુ આહાર વિભાગમાં રૂ.૪,૩૪,૭૨૬ માલ ખરાબ થયો,સભાસદ પ્રોત્સાહન ખર્ચ રૂ.૧,૩૪,૮૧,૮૫૦ કોની મંજુરી લઈ કરવામાં આવ્યો,ડિરેક્ટરોને અત્યાર સુધી કેટલી રકમ માલ એડવાન્સ પેટે આપી,મુદતે થાપણ બે-બે વાર દશૉવવામાં આવી.
હીરક જ્યંતિ મહોત્સવ રૂ.૨૮,૮૯,૪૫૦ આટલો ખચઁ શા માટે કયૉ,વીમા પ્રિમિયમ ખચઁ ટેન્કરનો રૂ.૪,૦૨,૫૦૨ અને દાળ-તેલના ભાવો બજાર ભાવ કરતાં ઉંચા આપવા જેવા ૧૪ જેટલા પ્રશ્ર્નો લેખિતમાં પુછવામાં આવ્યા હતા.પરંતુ વાષિઁક સાધારણ સભામાં ડેરીના પ્રમુખ કવિભાઇ વસાવા-ઉપપ્રમુખ અરવિંદભાઈ વસાવાએ પુછાયેલા પ્રશ્નોનો સંતોષકારક જવાબ નહીં મામલો ગરમાયો હતો.જે દરમ્યાન રાયસીંગભાઇ વસાવા,માનસિંગભાઇ વસાવા અને સરપંચ મનસુખભાઇ વસાવા,ગિરીશભાઇ વસાવા,રવિભાઇ ચૌધરી અને ચાસવડ ડેરીના વહીવટદારો વચ્ચે શાબ્દિક બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ગરમાગરમી વ્યાપી જવા પામી હતી.જ્યાં સુધી ચાસવડ ડેરીના સત્તાધીશો પાસેથી સંતોષજનક જવાબ નહીં મળે તો ઉપવાસ ઉપર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી.
વાષિઁક સાધારણ સભામાં તમામ પ્રશ્નોનો જવાબ આપ્યો : પ્રમુખ કવિભાઇ વસાવા
વાષિઁક સાધારણ સભામાં માત્ર ૨૦ સભાસદોએ હોબાળો કયૉ છે.તેમના દ્રારા પુછવામાં આવેલ તમામ પ્રશ્નોનો જવાબ આપ્યો છે.પરંતુ તેમના મનની અંદર શું છે તે મને ખબર નથી.તમામ સભાસદો વાષિઁક સાધારણ સભામાં વાષિઁક સરવૈયું પાસ કયુઁ છે.પ્રશ્નોના જવાબ જોયતા હોય તો મંડળી ખુલ્લી છે તમે આવી ચચાઁ કરી શકીયે છે.
આદિવાસી સભાસદોને ગેરમાગઁ દોરી પોતાનો વિકાસ કરે છે : રાયસીંગભાઇ વસાવા,સભાસદ
ચાસવડ ડેરી આદિવાસી સમાજની જીવાદોરી છે.જેમાં ૩૦૦ ગામના સભાસદો દુધ ભરીને પોતાનું જીવન ચલાવે છે.તેવા સંજોગોમાં સભાસદોને તમારા ઉપર ભરોસો રાખી તમને મંડળીના કાયઁવાહક તરીકે ચુંટેલ છે.જે બાબતો પર ધ્યાન આપતા તમારે સભાસદો-મંડળીના વિકાસ થાય તેવો વહીવટ કરવો જોઈએ.આદિવાસીઓને ખાળે લઇ જવાની કામગીરી કરો છે.
થોડા દિવસો પહેલા પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત થવાની હતી
ચાસવડ ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખ વિરૂદ્ધ વ્યવસ્થાપક સમિતિના સભ્યો અવિશ્વાસ દરખાસ્ત લાવવા માટે તખ્તો તૈયાર કયૉ હતો.પરંતુ ભારે હોબાળો અને સમજાવટ પટાવટ બાદ આખરે મામલો શાંત પડવામાં આવ્યો હતો.હાલમાં વાષિઁક સાધારણ સભામાં થયેલ માથાકુટ બાદ ફરીવાર અવિશ્વાસની દરખાસ્ત આવે તો નવાઇ નહીં તેવું સભાસદોનાં ચચાઁઇ રહ્યું છે.