અમરેલીમાં મિશન બ્રોડગેજ શહેરના નવ સ્થળોએ જનતાનું ખુલ્લું સમર્થન

અમરેલીમાં મિશન બ્રોડગેજ શહેરના નવ સ્થળોએ જનતાનું ખુલ્લું સમર્થન
Spread the love

અમરેલીમાં મિશન બ્રોડગેજ અમરેલી દ્વારા શહેરના જુદા જુદા નવ સ્થળોએ સંતો, મહાપુરુષો અને ક્રાંતિકારીઓની પ્રતિમાઓને પ્રતિષ્ઠિત અને સેવાભાવી સજ્જનો દ્વારા પુષ્પ માળા કરીને અમરેલીમાં બ્રોડગેજ લાવવા જનતાના ખુલ્લા સમર્થન માટે “સહી ઝુંબેશ” નો પ્રારંભ કરેલ જેમાં ડોક્ટરો, વેપારીઓ, વકીલો એન્જિનિયરો, શિક્ષકો, મહિલાઓ તેમજ વિદ્યાર્થીઓ સહિત રાહદારીઓએ સહી ઝુંબેશમાં હોશે હોશે ભાગ લઈ અને “હા અમારે બ્રોડગેજ જોઈએ છે, લાવો ક્યાં સહી કરવી છે” એમ કહીને દરેકે સહી કરી હતી તેમજ અશિક્ષિત લોકોએ પોતાનો અંગૂઠો મારીને પણ મિશન બ્રોડગેજ અમરેલીની ટીમને સમર્થન આપ્યું હતું. શહેરના સિનિયર ડોક્ટર દંપતી ડૉ. બી. કે. મહેતા, ડૉ. રેખાબેન મહેતા તેમજ ડૉ. વિરલ ગોયાણી, ડૉ.મીનાબેન ગોયાણી અને ડૉ. રવિ કોલડીયા, ડૉ. વી. પી. રાવળ સહિતના પ્રબુદ્ધોએ પણ સહી કરી સમર્થન આપ્યું હતું. આ સહી ઝુંબેશ દ્વારા માત્ર ત્રણ જ કલાકમાં ૩૬૭૨ લોકોએ સહી કરી મિશન બ્રોડગેજ અમરેલીને સમર્થન આપ્યું હતું.

મિશન બ્રોડગેજ અમરેલી સમિતિ દ્વારા રાજકમલ ચોક ખાતે આવેલ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી અને અમરેલીના પનોતા પૂત્ર ડૉ. જીવરાજ મહેતાની પ્રતિમાને જાણીતા ગાંધીવાદી સમાજ સેવક દુર્ગાબેન મહેતા તથા તેજસ્વિની વુમન્સ ક્લબના પ્રેસિડેન્ટ આશાબેન દવે તેમજ અમર જવાન જ્યોતિ ખાતે વિદ્વાન ધારાશાસ્ત્રી ઉદયનભાઈ ત્રિવેદી અને ડૉ. એ. જે. ડબ્બાવાલા તેમજ કડિયા નાકા સામે આવેલ મહાત્મા મુળદાસજીની પ્રતિમાએ નિવૃત્ત મામલતદાર અને કડિયા સમાજના કાર્યકારી પ્રમુખ હરજીવનભાઈ ટાંક, રૂપાયતનના મેનેજિંગ ટ્રસ્ટી રવજીભાઈ કાચા તથા જીવનભાઈ હિંગુ તેમજ નાગનાથ સામે હરિરામબાપા ચોકમાં ભોજલરામબાપા, જલારામબાપા અને વાલમરામબાપાની પ્રતિમાને લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ ગોળવાળા, રામરોટી ટ્રસ્ટના સંચાલક ભરતભાઈ આચાર્ય તથા લોકસાહિત્ય સેતુના પ્રમુખ મહેન્દ્રભાઈ જોશી તેમજ સિનિયર સિટીઝન પાર્ક પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને….

ડૉ. પી. પી. પંચાલ તથા ડૉ.હર્ષદ રાઠોડ તેમજ મોટા બસ સ્ટેન્ડ પાસે આવેલ બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના મહામંત્રી દિલશાદભાઈ શેખ તથા રીટાયર્ડ રેલવે ઓફિસર લક્ષ્મીકાંત મહાજન તેમજ કોલેજ સર્કલ ખાતે આવેલ શહીદ સ્મારકે લેઉવા પટેલ સમાજના પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ દિનેશભાઈ ભુવા, આંતરરાષ્ટ્રીય પરિષદના દડુભાઇ ખાચર, જાણીતા કવિ હરજીવન દાફડા તથા નિવૃત્ત શિક્ષક અને વર્ષોથી વિનામૂલ્યે સાપ પકડવાની સેવા આપતા બાબુભાઈ ડાભી તેમજ ચક્કરગઢ રોડ દાનેવચોકમાં સંત બજરંગદાસ બાપાની પ્રતિમાને પ્રજાપિતા બ્રહ્માકુમારીને સમર્પિત ડૉ. એસ. આર. દવે સાહેબ તથા શ્રવણ પ્રસાદ કેન્દ્રના સંયોજક ભીખુભાઈ અગ્રાવત તેમજ જેસીંગપરા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને અનાજ કરિયાણા રિટેલ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ ચતુરભાઈ અકબરી તથા ખેડૂત આગેવાન પ્રકાશભાઈ ભડકણ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરીને સહી ઝુંબેશનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મિશન બ્રોડગેજ અમરેલી સમિતિના વિપુલ ભટ્ટી, ભાર્ગવ મહેતા, રાજેશભાઈ ગાંધી, આશાબેન દવે, મહમ્મદઅલી બારૂની, કૌશિક ટાંક, અજય અગ્રાવત, દીપક મહેતા જાવેદખાન પઠાણ, યોગેશભાઈ કોટેચા, હરેશ સાદરાણી ધર્મેશ જોટંગીયા, શશાંક મહાજન, મનીષ સાંગાણી, અલ્પેશ કાબરીયા, જયસુખભાઈ સોજીત્રા, પ્રવીણ મોલાડીયા, વી. કે. ચાવડા, પંકજભાઈ રાજ્યગુરુ, વિશાલ મહેતા, વિજય ધંધુકિયા, તુલસી મકવાણા, બાબુલ ત્રિવેદી, સુરેશ ભરવાડ, હસમુખ વાજા, ગોપાલભાઈ ઊંધાડ, હાર્દિક હિંગુ, બકુલ પંડ્યા, સુમિત કાબરીયા, ડી.જી.મહેતા, પારસ મસરાણી, હાર્દિક જોશી તેમજ પ્રફુલ રાઠોડ, કિશોરભાઈ જાની, પ્રફુલભાઈ ધામેચા, વિનુભાઈ પોશિયા, દીપકભાઈ પટેલ, ખીમચંદભાઈ ચાંદરણી, પેઇન્ટર જોગી, ભાર્ગવ પંચોલી, હરેશ ભાયાણી, હસમુખભાઈ ઠાકર, એ. બી. ગોહીલ, મધુભાઈ માવાવાળા, ઉષાબેન રાવળ, પાયલ ભોરિંગ સહિતના સ્વયં સેવકોએ આ સહી ઝુંબેશને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા

IMG_20230926_111904.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!