૩.૫ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સમાન કામ માટે સમાન વેતન આપવા સુપ્રીમનો ઇન્કાર

ન્યુ દિલ્હી,તા.૧૦
બિહારના સાડા ત્રણ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટના એક નિર્ણયથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોન્ટ્રાક્ટ શિક્ષકોને સમાન કામના બદલે સમાન વેતન આપવાનો ઇન્કાર કરતા બિહાર સરકારને મોટી રાહત આપી છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે પટના હાઇકોર્ટના નિર્ણયને પલટી દીધો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી બિહારના ૩.૫ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને મોટો ઝટકો લાગ્યો છે.
હકીકતમાં આ નિર્ણય પર અનેક શિક્ષકોની નજર હતી. બિહારના કોન્ટ્રાક્ટ શિક્ષકો માટે દિલ્હીમાં અનેક નેતાઓ કામે લાગ્યા હતા. શિક્ષકો સાથે જાડાયેલા આ કેસની અંતિમ સુનાવણી જÂસ્ટસ અભય મનોહર સપ્રે અને જÂસ્ટસ ઉદય રમેશ લલિતની ખંડપીઠે ગત વર્ષે ત્રીજી ઓક્ટોબરના રોજ કરી હતી, જે બાદમાં નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો.
સાત મહિના પછી આવેલા આ ચુકાદાની અસર બિહારના સાડા ત્રણ લાખ શિક્ષકો અને તેના પરિવારો પર પડશે. બિહારમાં કોન્ટ્રાક્ટ શિક્ષકોનો પગાર હાલ ૨૨થી ૨૫ હજાર છે. જા કોર્ટનો નિર્ણય તેમના પક્ષમાં આવતો તે તેમનો પગાર રૂ. ૩૫થી ૪૦ હજાર થઇ જતો. દેશના દિગ્ગજ વકીલોએ સુપ્રીમ કોર્ટમાં શિક્ષકોની પક્ષ રાખ્યો હતો. આ લડાઈ ૧૦ વર્ષ જૂની છે. વર્ષ ૨૦૦૯માં બિહાર માધ્યમિક શિક્ષક સંઘે પટના હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરીને માંગણી કરી હતી કે કોન્ટ્રાક્ટ શિક્ષકો માટે સમાન કામ સમાન વેતન લાગૂ કરવામાં આવે.
આઠ વર્ષ સુધી ચાલેલી લાંબી સુનાવણી બાદ પટના હાઇકોર્ટે વર્ષ ૨૦૧૭માં પોતાનો નિર્ણય બિહાર માધ્યમિક શિક્ષક સંઘની તરફેણમાં આપ્યો હતો. કોર્ટે પોતાના હુકમમાં કÌšં હતું કે બિહારમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા શિક્ષકોને સમાન કામ માટે સમાન વેતન મળવું જાઈએ. પટના હાઇકોર્ટના આ ચુકાદાની વિરુદ્ધમાં બિહાર સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી.
શિક્ષકો તરફથી કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સંઘવી જેવા વકીલોએ કોર્ટમાં દલીલો આપી હતી. આ કેસમાં અંતિમ સુનાવણી વર્ષ ૨૦૧૮માં થઈ હતી.